તલમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફાઈબર, આયરન અને ઓમેગા જેવા પોષક તત્વો મળી આવે છે. જે આપણને અનેક પ્રકારની ગંભીર બીમારીઓથી બચાવે છે.
જો તમને કબજિયાતની સમસ્યા હોય, તો તેમાથી રાહત મેળવવા માટે શિયાળામાં દરરોજ 1 ચમચી તલનું સેવન કરવું જોઈએ.
તલ કેલ્શિયમથી ભરપુર હોય છે. જેનું સેવન નબળા હાડકાને સરળતાથી મજબૂત બનાવે છે. આથી દરરોજ એક ચમચી કાળા તલનું સેવન કરવું જોઈએ.
જો તમારા વાળ પાતળા થઈ ગયા હોય અને સતત ખરી રહ્યા હોય, તો તમારે દરરોજ 1 ચમચી તલનું સેવન કરવું જ રહ્યું. તલ વાળને પોષણ પુરું પાડે છે.
ડાયાબિટીશના દર્દીઓ માટે તલ રામબાણ મનાય છે. શિયાળામાં દરરોજ 1 ચમચી તલ ખાવાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે.