હંમેશા વડીલો પાસેથી એવું સાંભળવા મળે છે કે, સવારના પહોરમાં ઉઘાડા પગે ઘાસ પર ચાલવું જોઈએ.
ઘાસ પર ઉઘાડા પગે ચાલવાથી અઢળક હેલ્થ બેનિફિટ્સ મળે છે. જે સાયન્ટિફિકલી પ્રુવ પણ થઈ ચૂક્યું છે. પગપાળા ચાલવાથી થનારા ફાયદા વિશે વિગતવાર જાણીએ...
દરરોજ ઘાસ પર ચાલવાથી પોઝીટિવ ઈફેક્ટ પડે છે. જેનાથી બૉડી કલૉક મેઈનટેઈન રહે છે અને ગાઢ ઊંઘ પણ આવે છે.
દરરોજ ઘાસ પર ઉઘાડા પગે ચાલવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યામાંથી છૂટકારો મળે છે અને બૉડી રિલેક્સ થાય છે.
શરીરમાં સોજા અને દુખાવાની સમસ્યામાં ઘાસ પર ચાલવાથી રાહત મળે છે. દરરોજ ઘાસ પર 15-20 મિનિટ ચાલવાથી સોજાની સમસ્યામાં છૂટકારો મળે છે.
લીલા ઘાસ પર દરરોજ પગપાળા ચાલવાથી આઈસાઈટ ઈમ્પ્રુવ થાય છે. દરરોજ થોડીવાર માટે ઘાસ પર અચૂક ચાલવું જોઈએ.
દરરોજ ઘાસ પર પગપાળા ચાલવાથી બ્લડ સર્ક્યુલેશન પણ સુધરે છે. જેનાથી શરીરમાંથી થાક દૂર થાય છે.