ગર્ભાવસ્થામાં મખાના ખાવાથી મળે છે ચમત્કારિક ફાયદા


By Sanket M Parekh28, Oct 2023 04:35 PMgujaratijagran.com

માતા બનવું

માતા બનવું એક અલગ જ અનુભવ છે. જો કે તે મહિલાના જીવનનો ખૂબ જ અગત્યનો અને મુશ્કેલ પડાવ પણ છે.

સ્વાસ્થ્યનું ધ્યાન રાખો

પ્રેગ્નેન્સી દરમિયાન મહિલાઓએ પોતાના સ્વાસ્થ્ય અને ડાયટનો ખાસ ખ્યાલ રાખવો પડે છે. આ દરમિયાન તેમને અલગ-અલગ પ્રકારની સલાહો પણ આપવામાં આવે છે.

વિટામિન અને કેલ્શિયમ

આ દરમિયાન વિટામિન, પ્રોટીન અને કેલ્શિયમ યુક્ત ફૂડની આવશ્યક્તા રહે છે. એવામાં ગર્ભવતી મહિલાઓને મખાના ખાવાની સલાહ આપવામાં આવે છે.

ગર્ભાવસ્થામાં મખાના ખાવાના ફાયદા

પ્રેગ્નેન્સી દરમિયાન પોષક તત્વોથી ભરપુર મખાના ખાવાથી અનેક ફાયદા મળે છે. જેના વિશે આપણે વિસ્તારથી જાણીએ...

ગાઢ ઊંઘ

પ્રેગ્નેન્સીમાં એક તબક્કો એવો પણ આવે છે, જ્યારે મહિલાઓને ઊંઘ નથી આવતી. એવામાં મખાના ખાવાથી ગાઢ અને આરામદાયક ઊંઘ આવવામાં મદદ મળે છે.

એન્ટીઑક્સીડેન્ટ

મખાનામાં રહેલ એન્ટીઑક્સીડેન્ટ અને વિટામિન શરીરની કાર્યક્ષમતાને એ રીતે કંટ્રોલ કરે છે કે, જ્યારે પણ તમે ઊંઘવા ઈચ્છો, ત્યારે ગાઢ ઊંઘ જ મળે છે.

બ્લડ પ્રેશર કંટ્રોલ

મખાનામાં પોટેશિયમનું પ્રમાણ વધારે અને સોડિયમ ઓછું હોય છે. જેના કારણે તે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં પણ મદદ મળી શકે છે.

બાળકના વિકાસમાં મદદ

ગર્ભાવસ્થામાં મખાના ખાવાથી બાળકના વિકાસમાં ખૂબ જ મદદ મળે છે.જેના કારણે તેને બાળક માટે પણ ફાયદેમંદ માનવામાં આવે છે.

મજબૂત હાડકા

મખાનામાં રહેલ પ્રોટીન, આયરન અને કેલ્શિયમનું પ્રમાણ બાળકના હાડકાને મજબૂત બનાવવાનું કામ કરે છે.

આર્થરાઈટીસના દુખાવામાં તાત્કાલિક આરામ આપશે આ આયુર્વેદિક ઉપાય, સોજા પણ થશે ઓછા