આર્થરાઈટીસના દુખાવામાં તાત્કાલિક આરામ આપશે આ આયુર્વેદિક ઉપાય, સોજા પણ થશે ઓછા


By Sanket M Parekh28, Oct 2023 04:25 PMgujaratijagran.com

સાંધામાં દુખાવાની સમસ્યા

સિઝનમાં ઠંડી વધવાથી સાંધામાં દુખાવાની સમસ્યા જોવા મળી શકે છે. આમ પણ ઉંમર વધવાની સાથે જ સામાન્ય રીતે હાડકા અને સાંધામાં દુખાવો જોવા મળી શકે છે.

આર્થરાઈટીસ

જેના પાછળ અનેક કારણ હોઈ શકે છે, જે પૈકી એક આર્થરાઈટીસ પણ છે. આર્થરાઈટીસ હાડકાની એક બીમારી છે, જેમાં સાંધામાં તીવ્ર દુખાવો થઈ શકે છે.

ખરાબ લાઈફસ્ટાઈલ

સામાન્ય રીતે યુવાનોમાં ખરાબ લાઈફસ્ટાઈલ આર્થરાઈટીસનું મુખ્ય કારણ માનવામાં આવે છે. જો કે તેની પાછળ અન્ય કારણો પણ હોઈ શકે છે.

ઘરગથ્થુ ઉપાય

એવામાં આજે અમે તમને કેટલાક ઘરેલુ નુસખા વિશે જણાવીશું, જેનાથી તમે આર્થરાઈટીસની સમસ્યામાંથી છૂટકારો મેળવી શકો છો.

ફૂદીનાના પાન

ફૂદીનાના પાન પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન-એ અને ફોલેટથી ભરપુર હોય છે. ફૂદીનાના પત્તામાં એન્ટી ઈંફ્લેમેન્ટરી ગુણ હોય છે, જે યુરિનથી પ્યૂરીનને દૂર કરીને સાંધામાં સોજાને ઓછા કરે છે.

કોથમીરના પાન

કોથમીરના પાનમાં કેલ્શિયમ, પોટેશિયમ, થાયમિન, ફાસ્ફોરસ, વિટામિન-સી અને વિટામિન-કે જેવા પોષક તત્વો હોય છે. કોથમીર બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે.

એલોવેરા

એલોવેરામાં એન્ટી-ઈંફ્લેમેન્ટરી ગુણ હોય છે, જે સોજા ઘટાડીને દર્દમાં રાહત અપાવે છે. જેને સ્કિન પર લગાવવાથી આર્થરાઈટીસના દર્દમાં આરામ મળી શકે છે.

પાનના પત્તા

પાનના પત્તામાં એવા પોષક તત્વો મળી આવે છે, જે યુરિન થકી યુરિક એસિડને સારી રીતે નીકાળવામાં મદદ કરે છે. સવારના સમયે પાનના પાંદડાને ચાવવાથી દિવસભર તમને સાંધાના દુખાવામાં આરામ મળી શકે છે.

Red Chilli Side Effects: વધુ પડતું લાલ મરચું ખાવાથી તમારા સ્વાસ્થ્યને ગંભીર નુક્સાન થઈ શકે છે, જાણી લો જલ્દી