સોયાબીન આપણાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદેમંદ છે. જે આપણા શરીરને અનેક બીમારીઓથી બચાવે છે. જેમાં પ્રોટીન, વિટામિન બી, વિટામિન- ઈ, મિનરલ્સ અને એમિનો એસિડ મળી આવે છે.
દરરોજ લગભગ 100 ગ્રામ જેટલા સોયાબીન ખાઈ શકાય છે. જેનાથી આપણું શરીર મજબૂત બને છે અને અનેક બીમારીઓથી આપણને બચાવે છે.
સોયાબીનમાં એન્ટી ઓક્સીડેન્ટ્સ મળી આવે છે. જે કેન્સરને રોકવામાં મદદરૂપ થાય છે.
સોયાબીનમાં રહેલ પોષક તત્વો હાડકા માટે ખૂબ જ ફાયદેમંદ મનાય છે. જે હાડકાને મજબૂત બનાવે છે.
સોયાબીન આપણા માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ઉત્તમ છે, જેનાથી મગજ તેજ બને છે.
સોયાબીન હાર્ટને હેલ્ધી રાખવા માટે પણ ફાયદેમંદ નીવડે છે. દરરોજ સોયાબીનનું સેવન કરવાથી હાર્ટ હેલ્ધી રહે છે.