ગરમીથી બચવા માટે આઈસ્ક્રીમ ખાવો નોર્મલ છે. જો કે કેટલાક લોકો રાતે ખાધા પછી આઈસ્ક્રીમનું સેવન કરે છે. દરરોજ આવી રીતે આઈસ્ક્રીમ ખાવાથી શરીરને અનેક નુક્સાન થઈ શકે છે.
રિસર્ચ અનુસાર, આઈસ્ક્રીમ ખાવાથી વજન વધી શકે છે. જેના કારણે હાર્ટ એટેકનો ખતરો પણ વધી જાય છે.
રાતે ખાધા પછી આઈસ્ક્રીમ ખાવાથી ઊંઘ પર વિપરિત અસર થઈ શકે છે. આઈસ્ક્રીમમાં ખાંડનું પ્રમાણ વધારે હોય છે. જેનાથી આપણને ઊંઘ નથી આવતી.
જો તમે રાતે આઈસ્ક્રીમ ખાતા હોવ, તો તેમાં રહેલ ખાંડના કેટલાક કણ મોંઢામાં રહી શકે છે. જે દાંતને નુક્સાન પહોંચાડે છે.
આઈસ્ક્રીમમાં ફ્રક્ટોજનું પ્રમાણ હોય છે. દરરોજ ફ્રક્ટોજ વાળી વસ્તુઓનું સેવન કરવાથી લિવર ડિસીઝનો ખતરો વધી શકે છે.
રાતના સમયે આઈસ્ક્રીમનું સેવન કરવાથી લોહીમાં ગંદકી જમા થઈ શકે છે. જે બ્લડ પ્રેશર વધવાનું કારણ બની શકે છે.