લોકોના દિવસની શરૂઆત ચાથી જ થાય છે. મોટાભાગે લોકો થાક દૂર કરવા માટે ચા પીતા હોય છે. તો ચાલો જાણીએ વરસાદની સિઝનમાં કઈ ચા પીવી જોઈએ.
આદુ વાળી ચા પીવાથી શરીરે અનેક ફાયદા થાય છે. જેને પીવાથી ગળામાં ખરાશની સમસ્યામાંથી છૂટકારો મળે છે.
આદુમાં અનેક પ્રકારના પોષક તત્વો મળી આવે છે. આદુને ચામાં મિક્સ કરીને પીવાથી ઈમ્યૂનિટી મજબૂત બને છે. જે ઉધરસને દૂર કરવામાં મદદરૂપ થાય છે.
તુલસીના પત્તામાં વિટામિન-સી, કેલ્શિયમ અને આયરન મળી આવે છે. જે શરદી-ઉધરસમાં રાહત આપવામાં મદદરૂપ થઈ શકે છે.
મુલેઠીમાં એન્ટી ઓક્સિડેન્ટ્સ, કેલ્શિયમ અને પ્રોટીન જેવા અનેક પોષક તત્વો મળી આવે છે. જે શરીરને બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે.
ગ્રીન ટી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદેમંદ હોય છે. જેમાં આયરન, પોટેશિયમ, જિંક અને કોપર હોય છે. આવી ચા પીવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.