ધીમે ધીમે ભોજન કરશો તો આ ફાયદા મેળવશો


By Smith Taral10, Mar 2024 01:27 PMgujaratijagran.com

આજની ફાસ્ટ લાઈફમાં આપણને ઝડપથી ખાવાની આદત પડી ગઈ છે, અને જો ઉતાવળમાં ખોરાકને વ્યવ્સથિત ચાવીને ખાવામાં ન આવે તો પાચન સારુ થઈ શકતું નથી. જો ખોરાકને આરામથી અને ચાવીને ખાવામાં આવે તો તમને આ સ્વાસ્થ્ય લાભ મળી શકે છે.

નિષ્ણાતનો અભિપ્રાય

ઇન્ટરનલ મેડિસિન, રિજન્સી સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલનમાં એમડી તરીકે ફરજ બજાવતા ડૉ. ડી.પી. સિંહ,, સાથે વાત કરતા તેમને આરામથી ખાવાના આ સ્વાસ્થ્ય લાભોની યાદી આપી.

યોગ્ય પાચન

ધીમે ધીમે ખાવાથી તમારુ પાચનતંત્ર સુધરે છે અને કબજિયાત અને અપચો જેવા પાચન સંબંધી સમસ્યાઓથી બચાવે છે

વજન નિયંત્રણ

મલ્ટિડિસિપ્લિનરી ડિજિટલ પબ્લિશિંગ ઇન્સ્ટિટ્યૂટ (MDPI) મુજબ, ખાવાની ઝડપ ઘટાડવાથી તમારા એ ખોરાકનો કન્ઝમપશન ઓછો થાય છે.

માઇન્ડફુલ ઈંટીગ

ધીમે ધીમે ખાવાથી તમે તમારા ખોરાકના સ્વાદ માણી શકો છો ભોજનનો સંપૂર્ણ આનંદ માણી શકો છો.

મૌખિક આરોગ્ય

ધીમે ધીમે ખાવાથી લાળનું ઉત્પાદન વધે છે જે સારા બેક્ટીરીયાના વિકાસ થાય છે પરિણામે પેઢાનુ સ્વાસ્થ્ય સારુ રહે છે.

હળદર, મરી, તજ અને ધાણા કેટલા લાભદાયક છે અને કેટલા નથી