શકરટેટીના બીજ ખાવાથી શું ફાયદા થાય છે?


By Vanraj Dabhi12, Apr 2025 09:58 AMgujaratijagran.com

શકરટેટીના બીજ

ઉનાળાની ઋતુમાં શકરટેટી તો દરેક લોકોએ ખાધી જ હશે. પરંતુ, ઘણીવાર આપણે તેના બીજને ફેંકી દઈએ છીએ.

બ્લડ પ્રેશરને કંચ્રોલ કરે છે

હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે શકરટેટીના બીજ ખાવાનું શરૂ કરો. આ બીજ પોટેશિયમથી ભરપૂર હોય છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે છે

શરીરની રોગો સામે લડવાની ક્ષમતા વધારવા માટે તમારે શકરટેટીના બીજનું સેવન કરવું જોઈએ. આમાં ભરપૂર માત્રામાં એન્ટી-ઓક્સિડન્ટ હોય છે, જે રોગો સામે લડવાની શક્તિ પ્રદાન કરે છે.

પાચન માટે ફાયદાકારક

શકરટેટીના બીજનું નિયમિત સેવન પાચનતંત્રને મજબૂત બનાવે છે. તેમાં રહેલા ફાઇબર ગુણધર્મો શૌચક્રિયાની પ્રક્રિયાને સરળ બનાવે છે.

હૃદય માટે ફાયદાકારક

હૃદય રોગનું જોખમ ઘટાડવા માટે ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર શકરટેટીના બીજ ખાઓ. આ તમારું હૃદય સ્વસ્થ રાખશે.

આંખો સ્વસ્થ રાખે છે

આંખોને સ્વસ્થ રાખવા માટે તમે શકરટેટીના બીજ ખાઈ શકો છો. તેમાં વિટામિન એ અને બીટા કેરોટીન ભરપૂર માત્રામાં હોય છે.

તણાવમાં ફાયદાકારક

શકરટેટીના બીજ ખાવાથી મગજમાં રક્ત પરિભ્રમણ સુધરે છે. તે તમારા મનને શાંત કરે છે અને તણાવ દૂર કરે છે.

વાંચતા રહો

શકરટેટીના બીજ ખાવાથી તમને આ બધા ફાયદા થાય છે. સ્વાસ્થ્ય સંબંધિત માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

વિટામીન Dની ઊણપને લીધે કઈ સમસ્યા સર્જાય છે