બ્લડ પ્રેશરથી વજન કંટ્રોલ સુધી, જાણો ગાજર ખાવાના ગજબના ફાયદા


By Sanket M Parekh16, Sep 2023 04:28 PMgujaratijagran.com

ગાજર

ગાજરમાં અનેક પ્રકારના પોષક તત્વો મળી આવે છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદેમંદ મનાય છે.

અનેક પ્રકારની રેસિપી

ગાજરનો ઉપયોગ કરીને તમે અનેક પ્રકારની રેસિપી બનાવી શકો છે. જેને તમે શાકભાજી, સલાડ અથવા મિઠાઈ તરીકે પણ ડાયટમાં સામેલ કરી શકો છો.

પોષક તત્વ

ગાજર વિટામિન-એ, વિટામિન-સી, પોટેશિયમ, કેલ્શિયમ સહિત અન્ય પોષક તત્વોથી ભરપુર હોય છે. જેને ખાવાથી સ્કિન સાથે સંકળાયેલી સમસ્યા ઓછી થઈ શકે છે.

આંખ માટે ઉત્તમ

ગાજરમાં રહેલ વિટામિન-એ, લાઈકોપીન આંખની રોશની વધારવામાં મદદ કરે છે અને તમારી આંખ લાંબા સમય સુધી હેલ્ધી રહે છે.

વજન કંટ્રોલ કરશે

ગાજરમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર મળી આવે છે. આથી ગાજર ખાધા પછી વધારે સમય સુધી પેટ ભરેલુ લાગે છે, જેનાથી ભૂખ નથી લાગતી અને વજન કંટ્રોલ કરવામાં મદદ મળે છે.

પાચન સમસ્યા સુધારે

ગાજર પાચન તંત્રને મજબૂત બનાવે છે, કારણ કે તેમાં ફાઈબરનું વધારે પ્રમાણ હોય છે. જે મળ ત્યાગને સરળ બનાવે છે.

બ્લડ પ્રેશર કંટ્રોલ

પોષક તત્વોથી ભરપુર ગાજર હાઈ બીપીના દર્દીઓ માટે ખૂબ જ ફાયદેમંદ થઈ શકે છે. જે હાઈ બ્લડ પ્રેશરને નોર્મલ રાખવામાં મદદ કરે છે.

ઈમ્યુન સિસ્ટમ સ્ટ્રોન્ગ

ગાજરમાં પોટેશિયમ, વિટામિન-કે, ફૉસ્ફોરસ અને એન્ટી ઑક્સિડેન્ટ ગુણ મળી આવે છે. જે ઈમ્યુનિટીને વધારવામાં મદદરૂપ થાય છે.

પપૈયું ખાધા પછી ભૂલથી પણ ના ખાશો આ વસ્તુ, નહીંતર દોડવું પડશે ડૉક્ટર પાસે