પપૈયું ખાધા પછી ભૂલથી પણ ના ખાશો આ વસ્તુ, નહીંતર દોડવું પડશે ડૉક્ટર પાસે


By Sanket M Parekh16, Sep 2023 04:21 PMgujaratijagran.com

પપૈયું

પાચનને સ્વસ્થ રાખવા માટે સવારે પપૈયું ખાવાની સલાહ આપવામાં આવે છે. આ ઉપરાંત તે સ્કિન અને વાળ માટે પણ ખૂબ જ ફાયદેમંદ છે.

પોષક તત્વ

પપૈયામાં વિટામિન-સી, પોટેશિયમ, વિટામિન-એ જેવા પોષક તત્વો મળી આવે છે. આમ છતાં પપૈયાની સાથે કેટલીક વસ્તુને ક્યારેય ના ખાવી જોઈએ.

ફ્રૂટ ચાટ

ફ્રૂટ ચાટમાં તમે પપૈયું મિક્સ કરીને ખાવ છો, તો તેનાથી તમારા પાચન પર વિપરિત અસર થઈ શકે છે.

ગેસ અને સોજા

ફળોમાં પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ મળી આવે છે. જેને એક સાથે ખાવાથી પાચન ક્રિયા મંદ પડી શકે છે. જેનાથી તમને ગેસ અને સોજા જેવા લક્ષણો જણાઈ આવે છે.

ઠંડુ પાણી

જો તમે પપૈયું ખાધા પછી તરત જ ઠંડુ પાણી પીવો છો, તો તેનાથી પાચનની સમસ્યા થઈ શકે છે. પપૈયાને ખાધા બાદ નોર્મલ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.

ડેરી પ્રોડકટ્સ

દૂધ, દહી અને પનીરમાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે. પપૈયામાં રહેલ એન્જાઈમ પપેન પ્રોટીનને અવશોષિત કરે છે. આથી પપૈયું ખાધા પછી ડેરી પ્રોડક્ટ ખાવાનું ટાળવું જોઈએ.

એસિડિક ફૂડ્સ

એસિડિક ફૂડ્સ જેમ કે સંતરા, લીંબુ, ટામેટા, પાઈનેપલ વગેરે સાથે પપૈયું ખાવાથી શરીરમાં બળતરા અને પાચન સબંધી સમસ્યા થઈ શકે છે.

ઈંડા

પપૈયું ખાધા પછી ઈંડા ભૂલથી પણ ના ખાવા જોઈએ. બન્ને એકસાથે ખાવાથી પાચન સબંધી સમસ્યા જેમ કે અપચો, કબજિયાત, ઉલટી વગેરે થઈ શકે છે.

પેટની ચરબી ઘટાડવા માટે હર્બલ ટી