મધમાં મેળવો એક ચપટી હળદર, અને ભગાવો આ 4 રોગને


By Smith Taral31, Dec 2023 04:06 PMgujaratijagran.com

આયુર્વેદમાં મધ અને હળદરને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. હળદરમાં અને મધમાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી ઈનફ્લામેટરી જેવા ગુણો જોવા મળે છે. આ ગુણો બીમારી સામે લડવા માટે મદદરુપ બને છે. આ બંનેનું સાથે સેવન કરવું શરીરનાં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ચાલો જાણીએ વધુ માહિતી શાલીમાર બાગની ફોર્ટિસ હોસ્પિટલની સિમરન સૈની પાસેથી

ખાંસી અને શરદીમાં ફાયદાકારક છે

શિયાળામાં શરદી-ખાંસીની સમસ્યા રહેવી સામાન્ય બાબત છે, આવામાં મધ અને હળદરનું સેવન કરવું અસરકારક રહે છે. તેના સેવનથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે અને શરીર સ્વસ્થ રહે છે.

સાંધાના દુખાવાથી રાહત

મધ અને હળદરના સેવન સાંધાના દુખાવામાં પણ રાહત મળે છે.તેના સેવનથી સંધિવા અને સોજાના દુખાવો ઓછો થાય છે

ઊંઘ પણ સારી આવે છે

જો તમને મોડી રાત સુધી ઊંઘ ના આવતી હોય તો, તમારે મધ અને હળદરનું સેવન કરવું જોઈએ તે તણાવ અને થાકને દૂર કરીને ઊંઘની ગુણવત્તા વધારવામાં મદદ કરે છે.

You may also like

દૂધ સાથે કાચુ ઈંડું લાભદાયક છે કે નહી? જાણો વધુમાં

શિયાળામાં આ બે લાડુનું સેવન કરો ભરપૂર ઊર્જા મેળવો

મધ અને હળદરના ડ્રીંકની સામગ્રી

1 કપ ગરમ પાણી, ½ નાની ચમચી હળદર, ચપટી કાળી મરીનો પાવડર, મધ ( જરુર પ્રમાણે)

કેવી રીતે બનાવશો

સૌપ્રથમ એક ગ્લાસમાં ગરમ હુંફાળુ પાણી લો, તેમા મધ અને હળદર ઉમેરો. તેને સારી રીતે મીક્સ કરી લો.

ક્યારે પીવું જોઈએ

આ ડ્રીંક તમે સવારે નાશ્તા પહેલા ખાલી પેટે લઈ શકો છો. આમા રહેલા ગુણો શરીર માટે ઘણાં ફાયદાકારક હોય છે.

આ ડ્રીંક લેવા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ. આવી ઉપયોગી અને રસપ્રદ માહિતી માટે જોડાઈ રહો ગુજરાતી જાગરણ સાથે.

દૂધ સાથે કાચુ ઈંડું લાભદાયક છે કે નહી? જાણો વધુમાં