જાયફળનું પાણી પીવાથી શું ફાયદા થાય છે?


By Vanraj Dabhi14, Nov 2024 03:18 PMgujaratijagran.com

જાયફળનું પાણી

ઔષધીય ગુણોથી ભરપૂર જાયફળમાં ઘણા પોષક તત્વો હોય છે. તેનું પાણી પીવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા મળે છે.

નિષ્ણાત અભિપ્રાય

જાયફળમાં સારી માત્રામાં ફાઇબર, આયર્ન, ઝિંક, મેગ્નેશિયમ, વિટામિન એ, સી, ઇ, એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિ-ઓક્સિડન્ટ ગુણો જોવા મળે છે. તેથી ડૉ. સ્મિતા સિંહ પાસેથી જાણીએ કે આ પાણી પીવાથી શું થાય છે?

સેવન કેવી રીતે કરવું?

જાયફળના પાવડરને હુંફાળા પાણીમાં નાખી મિક્સ કરીને પી શકાય છે. આ સિવાય જાયફળના પાવડરને મધમાં મિક્સ કરીને પણ પી શકાય છે.

તણાવ ઓછો કરે

જાયફળનું પાણી પીવાથી તણાવ અને માથાનો દુખાવો ઓછો થાય છે.

અનિદ્રાથી રાહત આપે છે

જાયફળના પાણીનું સેવન કરવાથી માથાનો દુખાવો ઓછો થાય છે, મન શાંત થાય છે અને ઊંઘની કમી દૂર થાય છે.

માથાના દુઃખાવાથી રાહત આપે છે

જાયફળનું પાણી પીવાથી માથાનો દુખાવો અને આધાશીશી દૂર કરવામાં મદદ મળે છે. તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

રક્ત પરિભ્રમણ સુધારે

જાયફળના પાણીનું સેવન કરવાથી શરીરમાં રક્ત પરિભ્રમણને સુધારવામાં મદદ મળે છે.

સાવચેત રહો

જાયફળની તાસિર ગરમ હોય છે, તેથા જો તમને પેટ સંબંધિત સમસ્યાઓ, ગભરાટ અથવા ઉલ્ટી હોય તો તેનું સેવન ટાળવું જોઈએ.

વાંચતા રહો

આરોગ્ય સંબંધિત વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Radish Leaves Benefits: શિયાળામાં મૂળાનું સેવન કરવાથી શું થાય છે?