Radish Leaves Benefits: શિયાળામાં મૂળાનું સેવન કરવાથી શું થાય છે?


By Vanraj Dabhi14, Nov 2024 02:50 PMgujaratijagran.com

મૂળાનું સેવન

મૂળાની જેમ તેના પાન પણ શરીર માટે ફાયદાકારક છે. તેમાં ઘણા પોષક તત્વો મળી આવે છે. ચાલો જાણીએ આયુર્વેદિક ડોક્ટર શ્રે શર્મા પાસેથી મૂળાના પાન ખાવાથી શરીરને થતા ફાયદાઓ વિશે.

પોષક તત્વો

વિટામિન K, વિટામિન Cની સાથે મૂળાના પાંદડામાં આયર્ન, ફોલેટ અને કેલ્શિયમ સારી માત્રામાં જોવા મળે છે.

પેટની સમસ્યા દૂર કરે

ફાઈબર યુક્ત મૂળાનું સેવન પેટની સમસ્યા જેવી કે કબજિયાત અને અપચો જેવી સમસ્યાઓથી બચાવે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે

મૂળાના પાનમાં ભરપૂર માત્રામાં આયર્ન અને વિટામિન હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.

બ્લડ પ્રેશર નિયંત્રિત રહેશે

મૂળાના પાનમાં સારી માત્રામાં સોડિયમ જોવા મળે છે. તેનું સેવન કરવાથી લો બ્લડ પ્રેશરની સમસ્યાથી બચી શકાય છે.

લોહી શુદ્ધ થાય છે

મૂળાના પાનમાં એન્ટી-ઓક્સીડેન્ટ અને બળતરા વિરોધી ગુણો જોવા મળે છે. યુરિક એસિડની સમસ્યાને આ પાંદડાથી ઓછી કરી શકાય છે. મૂળાના પાનનું સેવન કરવાથી લોહી શુદ્ધ થાય છે.

પાઈલ્સની સમસ્યા

મૂળાના પાંદડામાં સારી માત્રામાં ફાઈબર હોય છે. આનાથી પાઈલ્સની સમસ્યાથી બચી શકાય છે. મૂળાના પાનનું સેવન કરવાથી આંતરડાની ગતિ સરળ બને છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Cardamom Side Effects: વધુ પડતી એલચી ખાવાના ગેરફાયદા