લીમડાના પાનને પાણીમાં ઉકાળીને પીવો આ અઢળક ફાયદા મળશે


By Smith Taral04, Feb 2024 02:05 PMgujaratijagran.com

લીમડાનું મહત્વ આયુર્વેદમાં આપવામાં આવેલું છે, આનો ઉપયોગ અનેક પ્રકારની દવાઓ બનાવવામાં થાય છે. લીમડાના ઝાડની છાલની સાથે સાથે નિંબોળી અને તેના પાંદડા પણ ઔષધીય ગુણોથી ભરપૂર છે. જો લીમડાના પાનને પાણીમાં ઉકાળીને પીવામા આવે તો આ અઢળક ફાયદા મળી શકે છે, ચાલો વધુમાં આગળ જાણીએ.

પેટને ફાયદો

લીમડાના પાનને પાણીમાં ઉકાળીને પીવાથી પાચનક્રિયામાં સુધારો થાય છે. તેનાથી બ્લોટીંગ, ગેસ, કબજિયાત અને અપચો જેવી સમસ્યા દૂર થાય છે.

ડીટોક્સીફીકેશન

લીમડાના પાનને પાણીમાં ઉકાળીને પીવાથી શરીરમાં રહેલી ગંદકી અને ટોકસીક તત્વો દૂર કરવામાં મદદ મળે છે. તે કુદરતી રીતે લોહીને શુદ્ધ કરે છે.

ગ્લોઈંગ ત્વચા

લીમડાના પાનને ઉકાળીને પીવાથી ખીલ થતા નથી. તેનાથી ચહેરા પરના ડાઘ અને ડાઘ-ધબ્બા દૂર થાય છે. તે વૃદ્ધત્વના લક્ષણોને પણ ઘટાડે છે.

You may also like

વાળ માટે લીમડાનું તેલ બનાવવાની આ છે સૌથી સરળ રીત

મીઠા લીમડાને ઉકાળીને પીવાથી મળશે આ અદ્ભુત ફાયદા

ડાયાબિટીસ

લીમડાના પાનને પાણીમાં ઉકાળીને પીવાથી હાઈ બ્લડ શુગરની સમસ્યા ઓછી થાય છે. તેનાથી તમે બ્લડ શુગર લેવલને કંટ્રોલમા લાવી શકાય છે.

લીવર

લીમડાના પાનને પાણીમાં ઉકાળીને પીવાથી લીવર ડિટોક્સ થાય છે. જો તમને લીવરની સમસ્યા છે તો આ પાણી ચોક્કસ પીવો.

હૃદય રોગ

લીમડાના પાનને પાણીમાં ઉકાળીને પીવાથી હાઈ બીપીને કંટ્રોલમાં લાવી શકાય છે. તે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે, જે હાર્ટ એટેક, સ્ટ્રોક અને હાર્ટ ફેઈલયરના જોખમને ઘટાડે છે

આ છે લીમડાના પાનને પાણીમાં ઉકાળીને પીવાના ફાયદા. સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક અને શેર કરજો. આને લગતી અન્ય માહિતી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ

ડેન્ડ્રફથી છુટકારો મેળવવા આ 6 કુદરતી ઉપચાર અજમાવો