ડેન્ડ્રફ, વાળને લગતી સૌથી સામાન્ય સમસ્યા છે, આનાથી છુટકારો મેળવવા આપણે ઘણી પ્રકારના શેમ્પુ અને બીજા ઉપાયો અજમાવીએ છે, પણ જોઈતુ પરિણામ મળતું નથી. આજે આપણે કેટલાક એવા ઘરેલું ઉપચાર વિશે વાત કરીશું જે તમારા વાળને હેલ્ધી અને સ્કાલ્પને ઈટ્ચીંગ-ફ્રી બનાવશે.
જો તમોરો સ્કાલ્પ ડ્રાય રહેતો હોય તો તમારે પુષ્કળ પાણી પીવું જોઈએ. વધારે પ્રમાણમાં પાણી અને મોયશ્ચુરાઈઝીંગ હેયર પ્રોડક્ટસ તમારા સ્કાલ્પને નોરીશ કરશે અને ફ્લેક-ફ્રી બનાવશે
ઓમેગા- 3 ફેટી એસિડ અને વિટામીનયુક્ત ફીશ, શિંગદાણા અને લીલા શાકભાજીને તમારા ડાયેટમા સામેલ કરો. આ ખોરાક ખાવાથી તમે ડેન્ડ્રફ-ફ્રી હેલ્ધી સ્કાલ્પ મેળવી શકો છો.
હળવું અને નેચરલ -ઈનગ્રીયડીયન્ટસ વાળું શેમ્પનો ઉપયોગ કરો. સમયસર વાળને ધોવાનું રાખો અને એ પણ યાદ રાખો રે વારંવાર વાળ ધોવાથી સ્કાલ્પ ખરાબ પણ થઈ શકે છે.
સ્કાલ્પને સમય સમય પર સ્કાલ્પ મસાજ કરવાથી બ્લડ ફલો સારો રહે છે. તમારી આંગળીના ટેરવાથી સ્કાલ્પનો મસાજ કરો, જે તેને હેલ્ધી અને ડેન્ડ્રફ્રી બનાવે છે.
ગરમ પાણીથી સ્નાન કરવાથી વાળમાં રહેલું જરુરી તેલ ધોવાઈ જાય છે જેના લીધે ડ્રાયનેસ અને ડેન્ડ્રફ જેવી સમસ્યા ઊભી થાય છે.