ઈલાયીચીનો ઉપોયોગ આપણે રસોઈ બનાવવામાં ઘણી જગ્યાએ કરતા હોઈએ છે, ખાસ કરીને સ્વીટ ડીશ બનાવવામાં ઈલાયચીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ સિવાય ઘણા લોકો ઈલાયચી વાળી ચા પણ પીવાનું પસંદ કરતા હોય છે. ઈલાયચી સ્વાદ ઉમેરવાની સાથે ઘણા સ્વાસ્થ્ય લાભો પણ આપે છે, ચાલો જાણીએ વધુમાં
ઈલાયચીમાં કેલરી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ અને ફાઈબર જેવા પોષકતત્વો રહેલા હોય છે જે સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક છે
ઈલાયચીનું સેવન કરવાથી પાચનતંત્ર સારુ થાય છે અને પેટ સંબધિત સમસ્યાથી પણ બચી શકાય છે
ઈલાયચીનું સેવન કરવાથી લોહીમાં સુગર નિયંત્રણમા રહે છે માટે ડાયાબિટીસના દર્દીઓ માટે ઈલાયચીનું સેવન કરવું ઘણું લાભદાયક છે
ઈલાયચીમા એન્ટીઓક્સીડેન્ટ રહેલું હોય છે જે બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે.
ઈલાયીચીનુ તમે વાનગીમાં નાખીને પણ સેવન કરી શકો છો, અથવા સવારે સવારે ખાલી પેટે એક ઈલાયચીને પાણીમાં ઉકાળીને પણ તેનું સેવન કરી શકો છો