ફાઇબરથી ભરપૂર મગફળીમાંથી આ 7 નાસ્તા ઘરે ટ્રાય કરો


By Smith Taral24, Jul 2024 12:23 PMgujaratijagran.com

મગફળીનો ઉપયોગ રસોઈમા ઘણી વાનગીમાં આપણે કરતા હોઈએ છે, ખાસ કરીને ફરસાણમા મગફળીનો વધું ઉપયોગ કરવામા આવે છે. મગફળીમાં ફાઈબર મોટી માત્રામાં રહેલું હોય છે જે પેટના સ્વાસ્થ્ય માટે ઉપયોગી માનવામાં આવે છે. તમે પણ મગફળીની મદદથી આ 7 ફાઇબરથી ભરપૂર ટેસ્ટી નાસ્તો બનાવી શકો છો

સોલ્ટેડ મગફળી

શેકેલી મગફળી પર મીઠું ભભરાવીને ખાવાથી પણ તે ટેસ્ટી લાગે છે. તમે વેઈટ લોસ ડાયેટમાં પણ સોલ્ટેડ મગફળીનું સેવન કરી શકો છો

પીનટ ચાટ

પીનટ ચાટ આ મગફળીના નાશ્તામાં વધું હેલ્ધી ઓપ્શન છે કારણ કે આમાં ટામેટાં, ડુંગળી, કાકડી, મરચાં વગેરે ઉમેરવામાં આવે છે, માટે તે ટેસ્ટી સાથે વધું હેલ્ધી પણ બને છે

કેરમલાઇઝ્ડ મગફળી

જે લોકોને સ્વીટ બવ પસંદ હોય તે કેરમલાઇઝ્ડ મગફળી પણ ખાઈ શકે છે, આમાં ખાંડની કેરમેલમાં મગફળી ડૂબાડી તેને રેફ્રિજરેટ કરીને ખાઈ શકાય છે

ચોકલેટ કોટેડ મગફળી

હવે ચોકલેટ મગફળી પણ ઘણી ટ્રેન્ડમાં છે, જો તમને ચોકલેટ વધું ભાવતી હોય તો તમે શેકેલી મગફળીને ઓગાળેલી ચોકલેટમા ડૂબોડી તેને રેફ્રિજરેટ કરીને ખાઈ શકો છો

મગફળીના લાડુ

મગફળીના લાડુ ઘણા પોપ્યુલર છે, ઘણા વર્ષોથી ઘરોમાં આના લાડુ બનાવાવામાં આવે છે. ધી ગોળ, મગફળી, કિસમિસથી બનાવવામાં આવતા આ લાડુ ટેસ્ટી સાથે ઘણા હેલ્ધી પણ છે

પીનટ કૂકીઝ

પીનટ કૂકીઝ પણ નાશ્તામાં ખાવામાં માટે ઉત્તમ છે, આખા ઘઉંનો લોટ અને ખજૂરથી બનાવવામાં આવતી આ પીનટ કૂકીઝ ટેસ્ટી અને હેલ્ધી રહે છે

Mehndi Designs: આ મહેંદી ડિઝાઈન 5 મિનિટમાં લગાવી શકાય છે