22 જુલાઈથી પવિત્ર શ્રાવણ મહિનો શરૂ થયો છે. શ્રાવણ મહિનામાં ઉપવાસની સાથે મહેંદી લગાવવી એ શુભ માનવામાં આવે છે.
ઘણીવાર મહિલાઓ કઈ પ્રકારની મહેંદી ડિઝાઇન બનાવવી તે માટે મુંઝવણમાં રહે છે. આજે તમને કેટલીક સરળ મહેંદી ડિઝાઇન બતાવવા માટે જઈ રહ્યા છીએ જે લગાવવાથી તમારા શૃંગારને તમે વધારી શકો છો.
અરબી મહેંદી ડિઝાઇન લગાવવામાં ખુબ સરળ છે અને ઝડપથી લગાવી શકાય છે.
શ્રાવણ મહિનામાં ગોળ પામ મહેંદી ફક્ત 5 મિનિટમાં જ લગાવી શકાય છે. આ ડિઝાઈનથી તમે તમારા હાથની સુંદરતા વધારી શકો છો.
તમે તમારા હાથની પાછળ આવી ફ્લોરલ પેટર્નવાળી મહેંદી ડિઝાઇન લગાવી શકો છો. આ ડિઝાઇન એકદમ આકર્ષક લાગે છે.
આજકાલ આવી ચેન વાળી મહેંદી ડિઝાઇન ખૂબ જ લોકપ્રિય છે. તમે પણ આ પ્રકારની મહેંદી લગાવી તમારી સુંદરતામાં વધારો કરી શકો છો.
આ પ્રકારની સંપૂર્ણ હાથ પરની મહેંદી ખૂબ જ સુંદર લાગે છે. પરિણીત મહિલાઓ આ પ્રકારની મહેંદી લગાવી પોતાની સુંદરતા વધારી શકે છે.
શ્રાવણ મહિનામાં અડધો હાથમાં આ પ્રકારની મહેંદી લગાવી તમારા દેખાવ ખૂબ સુંદર બનાવી શકો છો.
માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.