Weight Loss Soup: આ સૂપ પીવાથી તમારી ચરબી માખણની જેમ ઓગળી જશે


By Vanraj Dabhi23, Jul 2024 07:02 PMgujaratijagran.com

ચરબી ઘટાડવાના સૂપ

વરસાદની ઋતુમાં ગરમા-ગરમ સૂપ પીવો દરેક લોકોને ગમે છે, તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. ચાલો જાણીએ વજન નિયંત્રિત કરતા સૂપ વિશે.

કોળાનો સૂપ

કોળાના સૂપમાં કેલરી ઓછી અને ફાઈબર વધુ હોવાથી તમે ચરબી ઘટાડવા માટે આ સૂપ પી શકો છો.

દૂધીનો સૂપ

દૂધીમાં પણ ઓછી કેલરી અને પાણીનું પ્રમાણ વધુ હોવાથી તમે આ સૂપનું સેવન કરીને વજન નિયંત્રિત કરી શકો છો.

રાગી સૂપ

રાગીમાં પ્રોટીન હોય છે તેથી તમે આ સૂપ બનાવીને શાકભાજી સાથે સર્વ કરી શકો છો. તેનાથી પાચનક્રિયા સુધરે છે અને વજન નિયંત્રણમાં રહે છે.

વેજ સૂપ

ઘણી મોસમી શાકભાજીને મિક્સ કરીને વેજ સૂપ પી શકો છો. આ સૂપમાં ઓછી કેલેરીને કારણે વજન પણ નિયંત્રણમાં રહે છે.

સરગવાનો સૂપ

સરગવાનો સૂપ વજન ઘટાડવામાં ખૂબ અસરકારક છે. તેના પાંદડા અને શીંગોમાંથી સૂપ બનાવીની પી શકો છે.

મશરૂમ સૂપ

વજન ઘટાડવા માટે તમે મશરૂમ સૂપ પી શકો છો. મશરૂમ સૂપ પીવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જેથી શરીરમાં વધારાની ચરબી જમા થતી નથી.

ગાજરનો સૂપ

વજન ઘટાડવા માટે તમે ગાજરનો સૂપ પણ પી શકો છો. વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર ગાજરનો સૂપ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

વાંચતા રહો

આ સૂપ તમે ચરબી ઘટાડવા માટે પી શકો છો, માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

આ રીતે બનાવો સાઉથ ઈન્ડીયન સ્ટાઈલ સાંભર