સાઉથ ઈન્ડીયન સ્ટાઈલમાં સાંભર બનાવાની આ સરળ રેસીપી નોંધી લો
વટાણા - 1 કપ, સાંભર મસાલો- 2 ચમચી હળદર - અડધી ચમચી, મીઠું, સરસવ - 1 ચમચી, કરી પત્તા-6-8, આમલીનું પાણી- 1 કપ, આખા લાલ મરચા - 2, તેલ - 2 ચમચી
સ્વાદિષ્ટ સાભંર બનાવવા માટે સૌપ્રથમ વટાણાને પાણીમાં પલાળી દો, હવે કડાઈમાં એક ચમચી તેલ ગરમ કરી ડુંગળીને સાંતળી દો અને ત્યાર પછી ગાજર, ટામેટા, રીંગણ, ડ્રમસ્ટિક વગેર શાકભાજી ઉમેરી દો
શાકભાજી સારી રીતે કૂક થઈ જાય પછી મીઠું અને હળદર નાખો અને શાકભાજી બફાય ત્યાં સુધી ગેસ પર રહેવા દો
હવે દાળને કુકરમાં 2-3 સીટી વગાડી બાફી લો, અને તૈયાર કરેલા શાકભાજી ઉમેરી દો
હવે દાળમાં સાભંર મસાલો ઉમેરો અને તેને મિક્સ કરી લો.
હવે એક પેનમાં તેલ ગરમ કરો અને પછી તેમા આખુ લાલ મરચું, સરસવ અને કરી પત્તા નાખીને સાંતળો
હવે આ તડકાને દાળમાં ઉમેરો અને મિક્સ કરો. ઉપર કોથમીર નાખીને ઉમેરીને ગાર્નિશ કરો. આ ટેસ્ટી સાંભરને તમે ભાત, ઈડલી, ઢોસા વગેરે સાથે સર્વ કરી શકો છો