ડાયાબિટીસમાં મેથીના દાણા ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે, આમા રહેલા ઔષધીય ગુણો લોહીમાં સુગરનું પ્રમાણ નિયંત્રણમાં રાખે છે. ચાલો જાણી કેવી રીતે તમે મેથીનું સેવન કરી શકો છો
મેથીનું સેવન કરવાની આ સૌથી સરળ રીત છે જેમા તમારે એક ચમચી મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળી સવારે ભૂખ્યા પેટે તેનું સેવન કરો. આ તમારા લોહીમાં સુગરનું પ્રમાણ જાળવી રાખશે
તમે મેથીના ઔષધીય ગુણોનો ફાયદો લેવા માટે તેના પાવડરનું પણ સેવન કરી શકો છો. આ માટે મેથીના દાણાનો પાવડરને તમારા ભોજનમા નાખી તેનું સેવન કરો
મેથીની ચા પીને પણ તમે મેથીના અઢળક ફાયદા લઈ શકો છો, આ માટે મેથીના દાણાને પાણીમાં ગરમ કરી તેને ગાળીને કપમા રેડીને તેને ચાની જેમ ધીમે ધીમે પીવો.
તમે મેથીના દાણાને સ્પ્રાઉટ્સ સાથે પણ ઉગાડી શકો છો પછી તેનુ સલાડ બનાવી તેને ખાઈ શકો છો. આમ કરીને તમે વધુમાં વધું પોષકતત્વો લઈ શકો છો
દહીંમાં એક ચમચી મેથીના દાણાનો પાવડર નાખી તેનુ સેવન કરો, આ તમારા શરીરમાં સુગરનું પ્રમાણ જાળવી રાખવામાં મદદ કરે છે