વરસાદી મોસમમાં ભીના કપડામાંથી દુર્ગંધ કેવી રીતે દૂર કરવી? જાણી લો


By Vanraj Dabhi23, Jul 2024 03:08 PMgujaratijagran.com

ભીના કપડામાંથી દુર્ગંધ

વરસાદની મોસમમાં કપડાં ધોયા પછી ભેજના કારણે તેમાંથી એક દુર્ગંધ આવતી હોય છે. જેથી આપણને કપડાં પહેરવાનું મન નથી થતું. આ દુર્ગંધને દૂર કરવા માટે તમે કેટલીક સરળ યુક્તિઓ અજમાવી શકો છો.

લીંબુનો ઉપયોગ

ભીના કપડામાંથી આવતી દુર્ગંધ દૂર કરવા માટે તમે કપડાં ધોતી વખતે પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને કપડાં ધોવો.

વિનેગર

કપડાં ધોતી વખતે પાણીમાં એક કપ સફેદ વિનેગર અને બેકિંગ સોડા ઉમેરીને કપડા ધોવાથી કપડામાં દુર્ગંધની સમસ્યા રહેતી નથી.

કપડાનો ઢગલો ન કરો

વરસાદની ઋતુમાં કપડાં ઝડપથી સુકાતા નથી તેથી ગંદા કપડાને ભેગા ન કરો, કારણે તેમાંથી દુર્ગંધ આવે છે.

કપૂર રાખો

કપડા ધોયા પછી દુર્ગંધ દૂર કરવા માટે કપડાની અલમારીમાં કપૂર રાખો. આવું કરવાથી કપડાની દુર્ગંધ દૂર થઈ જશે.

લીમડાના પાંદડા

વરસાદની ઋતુમાં કપડાને યોગ્ય સૂર્યપ્રકાશ ન મળવાથી દુર્ગંધ આવતી હોય છે તથી તેને દૂર કરવા માટે લીમડાના પાનને કપડાની વચ્ચે રાખો.

કપડાં ઉલટા કરીને ધોવા

ચોમાસામાં કપડાં ધોતા પહેલા હંમેશા તેને અંદરથી બહાર કાઢીને ધોવાથી પરસેવાની વાસ કપડામાં પ્રવેશતી નથી.

ડીટરજન્ટનો ઉપયોગ કરો

કપડાં ધોવા માટે સારા ડિટર્જન્ટનો ઉપયોગ કરવાથી કપડામાં ઝડપથી દૂર્ગંધ આવતી નથી અને તેમાંથી દુર્ગંધ પણ આવતી નથી.

વાંચતા રહો

કપડામાંથી દુર્ગંધ દૂર કરવા આ પદ્ધતિ ઉપયોગ કરી શકો છો. માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

સ્વસ્થ વાળ માટેની આ ટિપ્સ જાણી લો, વાળ રહેશે મુલાયમ અને મજબૂત