સ્વસ્થ વાળ માટેની આ ટિપ્સ જાણી લો, વાળ રહેશે મુલાયમ અને મજબૂત


By Smith Taral23, Jul 2024 03:07 PMgujaratijagran.com

સંતુલિત આહાર

વાળને પણ પૂરતા પ્રમાણમાં વિટામિન્સ, મિનરલ્સ અને પ્રોટીન જેવા ગુણોની જરૂર હોય છે આ માટે તે પ્રકારનું ડાયેટ લેવું જરૂરી છે.

હળવા શેમ્પુથી વાળ ધોવો

ઘણા લોકો વાળને વારંવાર ધોવેે છે અથવા ભારે કેમીકલવાળા શેમ્પુનો ઉપયોગ કરે છે, જે વાળ માટે નુકસાનકારક છે. વાળને સારા અને હેલ્ધી રાખવા માટે સલ્ફેટ-ફ્રી શેમ્પુનો ઉપયોગ કરો, અને અઠવાડિયામાં 2-3 વખત જ વાળને ધોવો

કન્ડીશનીંગ

વાળને કન્ડીશનીંગ કરવાથી તે મુલાયમ અને સ્વસ્થ રહે છે. તમારા વાળને જે કન્ડિશનર માફક આવતું હોય તેનો જ ઉપયોગ કરો

UV રેયસ સામે રક્ષણ

જો તમે સ્ટાઇલ ટૂલ્સનો વધું ઉપયોગ કરતા હોવ તો તે તમારા વાળને નુકસાન કરી શકે છે. આ સિવાય બહાર વધું તડકામાં જવાનું પણ ટાળો

ચુસ્ત હેરસ્ટાઇલ

પોનીટેલ અને ચુસ્ત હેરસ્ટાઇલ કરવાથી વાળ ખેંચાય છે અને ઝડપથી તુટવા લાગે છે, માટે આવી હેયરસ્ટાઈલ કરવાનું અવગણો

ટ્રિમિંગ

નિયમિત રીતે સ્પ્લિટ એન્ડ્સ પણ દૂર કરો જેથી વાળ તંદુરસ્ત રહે અને તેનો વિકાસ વધી શકે

પહોળા દાંતાવાળા કાંસકો

પહોળા દાંતાવાળા કાંસકો તમારા વાળ માટે ફાયદાકારક રહે છે, આનાથી વાળ ઓછા તુટે છે.

હાઇડ્રેશન

તમારા વાળને અંદરથી સારી રીતે હાઇડ્રેટ રાખવા માટે પુષ્કળ પાણી પીવો.

શ્રાવણ મહીનામાં ખાવા માટે ડાયેટીશિયન જણાવે છે આ હેલ્ધી ફૂડ