ડ્રાય ફ્રૂટ્સ આપણા સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ માનવામાં આવે છે, જેમાં મખાના પણ સામેલ છે. મખાના સ્વાદમાં જેટલા ફિકા હોય, તેટલા જ પોષક તત્વોથી ભરપુર હોય છે.
આજે અમે એવા લોકો વિશે જણાવીશું, જેમણે ભૂલથી પણ મખાના ના ખાવા જોઈએ. તો ચાલો આવા લોકો વિશે વિસ્તારપૂર્વક જાણીએ, જેથી આપને યોગ્ય અને સચોટ માહિતી મળી રહે
મખાનામાં ભરપૂર માત્રામાં પ્રોટીન, ફાઇબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, આયર્ન અને એન્ટિ-ઓક્સિડન્ટ્સ જેવા પોષક તત્વો મળી આવે છે. આથી તમારે નિયમિત મખાના ખાવા જ જોઈએ.
જે લોકોને પહેલેથી જ ગેસની સમસ્યા છે, તેમના માટે મખાના હાનિકારક સાબિત થઈ શકે છે. મખાના ફાઇબરનો સમૃદ્ધ સ્ત્રોત હોય છે, જેના કારણે તેમની આ સમસ્યા વધી શકે છે.
જે લોકો લોહી પાતળું કરવાની દવા લેતા હોય, તેમણે મખાના ભૂલથી પણ ન ખાવા જોઈએ. તેનાથી તમારા સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે. આવા સંજોગોમાં પહેલા ડોક્ટરનો સંપર્ક કરવો વધુ સારું રહેશે
જો તમારું બ્લડ પ્રેશર પહેલેથી જ નીચું રહેતું હોય, તો તમારે મખાના ખાવાથી બચવું જોઈએ. મખાનામાં રહેલું પોટેશિયમ તમારી સમસ્યાને વધુ વધારી શકે છે
જે લોકો કિડની સ્ટોનની સમસ્યાથી પીડિત છે, તેમણે મખાના ખાવાનું ટાળવું જોઈએ. તેનું કારણ એ છે કે, મખાનામાં કેલ્શિયમ અને ઓક્સલેટની માત્રા વધુ હોય છે
સામાન્ય રીતે પણ મખાના મર્યાદામાં જ ખાવા જોઈએ. જો મર્યાદામાં તેનું સેવન ન કરવામાં આવે તો તબિયત બગડી શકે છે. એક દિવસમાં આશરે 25 થી 50 ગ્રામ મખાનાનું સેવન કરવું હિતાવહ રહે છે.