High Blood Pressure: આ કારણોસર એકાએક વધી જાય છે બ્લડ પ્રેશર


By Sanket M Parekh07, Oct 2025 06:26 PMgujaratijagran.com

બ્લડ પ્રેશર કેવી રીતે વધે?

શરીરમાં હાઈ બ્લડ પ્રેશર એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા બનતી જઈ રહી છે. જે આજકાલ અનેક કારણોસર થઈ રહી છે.તો ચાલો જાણીએ ક્યા કારણોસર શરીરમાં બ્લડ પ્રેશરની સમસ્યા વધી જાય છે.

ખરાબ ખોરાક

શરીરમાં બ્લડ પ્રેશર તમારી ખાણી-પીણીની ખોટી આદતોના કારણે વધી જાય છે. જેમ કે ખોટી ડાયટ, ફિજિકલ એક્સરસાઈઝની કમી અને તણાવ હાઈ બ્લડ પ્રેશરનું કારણ બની જાય છે.

સોડિયમ ડાયટ

શું તમે જાણો છો, હાઈ સોડિયમ ડાયટ પણ હાઈ બ્લડ પ્રેશરનું એક મુખ્ય કારણ બની શકે છે. સોડિયમ બ્લડ પ્રેશરને વધારે છે. આ સાથે જ હાર્ટ પર પણ દબાણ કરે છે.

વધારે વજન

શરીરનું વધુ પડતું વજન પણ હાર્ટ પર દબાણ કરે છે. જેના પરિણામે બ્લડ પ્રેશરમાં વધારો થાય છે. આમ સ્થૂળતા અર્થાત મોટાપો હાઈ બ્લડ પ્રેશરનું મુખ્ય કારણ છે.

તણાવ

તણાવ હાઈ બ્લડ પ્રેશરનું એક મુખ્ય કારણ છે. તણાવ દરમિયાન રક્તચાપ વધે છે. વધુ પડતા તણાવથી બ્લડ પ્રેશર પણ હાઈ થવા લાગે છે.

ફિજિકલ એક્ટિવિટીનો અભાવ

ફિજિકલ એક્ટિવિટીનો અભાવ પણ હાઈ બ્લડપ્રેશરનું મુખ્ય કારણ છે. જો કે નિયમિત કસરત બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

ધૂમ્રપાન અને દારૂનું સેવન

ધૂમ્રપાન અને દારૂનું સેવન હાઈ બ્લડ પ્રેશરનું એક મુખ્ય કારણ છે. આ બંને વસ્તુઓનું વ્યસન બ્લડ પ્રેશર વધારે છે અને હૃદય પર દબાણ નાખે છે.

ફેમિલી હીસ્ટ્રી

શરીરમાં હાઈ બ્લડ પ્રેશર ઘણીવાર પારિવારિક તકલીફોના કારણે પણ હોય છે. જો તમારા પરિવારમાં હાઈ બ્લડ પ્રેશરનો ઇતિહાસ છે, તો તમને પણ તેનું જોખમ વધુ હોઈ શકે છે.

હાથ અને પગના વાળ દૂર કરવાના ઘરેલું ઉપાયો