Warning Signs: આ ત્રણ સંકેતને ક્યારેય નજરઅંદાજ ના કરવા જોઈએ?


By Sanket M Parekh27, Jun 2025 03:35 PMgujaratijagran.com

વાસ્તુશાસ્ત્ર

વાસ્તુશાસ્ત્રમાં કેટલીક બાબતોને શુભ અને અશુભ બંને માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, અશુભ બાબતો વ્યક્તિના જીવન પર ઊંડી અસર કરે છે. વાસ્તુ શાસ્ત્રમાં આવા ઘણા સંકેતોનો ઉલ્લેખ છે, જે ખરાબ સમય આવે તે પહેલા તમને ચેતવણી આપે છે. જો તમે આ સંકેતોને યોગ્ય સમયે સમજી લો, તો તમે દુર્ઘટનાઓથી બચી શકો છો.

કૂતરાના રડવાનો અવાજ

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, જો રાત્રે કે સાંજે કૂતરાના રડવાનો અવાજ સંભળાય છે, તો તે કંઈક ખરાબ થવાનો સંકેત હોઈ શકે છે.

દૂધ ઢોળાય

જો દૂધ હાથમાંથી વારંવાર જમીન પર ઢોળાય છે, તો તેને ઘરમાં કકળાટ અથવા મુશ્કેલીનો સંકેત માનવામાં આવે છે.

સોનું-ચાંદી ખોવાય

એવું માનવામાં આવે છે કે, જો તમારા સોના-ચાંદીના દાગીના ખોવાઈ જાય, તો તે કોઈ મોટી આફત આવવાની નિશાની હોઈ શકે છે.

આંખ ફરકવી

પુરુષોની ડાબી આંખ અને સ્ત્રીઓની જમણી આંખ ફરકવી અશુભ માનવામાં આવે છે. આ કોઈ અનિચ્છનીય ઘટનાનો સંકેત હોઈ શકે છે.

આંબાનો મોર ખાવાના ફાયદા