ગુટકા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. જેનું વ્યસન છોડવા માટે તમે ઘરે જ માઉથ ફ્રેશનર બનાવી શકો છો, જે તમારી ગુટકા ખાવાની તલબ ઓછી કરશે. જે આહળ જતાં તમારા ભવિષ્ય માટે જ ફાયદેમંદ સાબિત થશે.
ગુટકા છોડવા માટે વરિયાળી, અજમો, લવિંગ, ફૂદીનો અને સિંધાલૂણથી બનેલું માઉથ ફ્રેશનર ખૂબ જ અસરકાર સાબિત થઈ શકે છે. જે મોંઢામાં તાજગી આપવાની સાથે-સાથે તમારું ગુટકા ખાવાની તલબને પણ ઓછી કરે છે.
આ માઉથ ફ્રેશનર બનાવવા માટે 100 ગ્રામ વરિયાળી, 10 ગ્રામ અજમો, થોડાક લવિંગ, ફૂદીનાના પાન અને સિંધાલૂણને એકસાથે મિક્સ કરીને તૈયાર કરી શકાય છે.
માઉથ ફ્રેશનર બનાવવા માટે સૌ પ્રથમ વરિયાળીને લોઢી પર ધીમી આંચ પર શેકી નાંખો. જે બાદ અજમો, લવિંગ અને ફૂદીનાના પાનને ઝીણાં વાટીને તેને વરિયાળી સાથે સારી રીતે મિક્સ કરી દો.
જો તમને ગળપણ ગમતું હોય, તો તમે સિંધાલૂણની જગ્યાએ સાકરને વાટીને માઉથ ફ્રેશનરમાં મિક્સ કરી શકો છો. જેનાથી તમારી સ્વાદની જરૂરિયાત પણ પુરી થશે અને ગુટકા ખાવાની તલબ પણ ઓછી થશે.
આ માઉથ ફ્રેશનરને એક નાની પૉલિથીનની બેગ અથવા ડબ્બીમાં ભરીને તમારા ખિસ્સામાં રાખો. જ્યારે પણ ગુટકા ખાવાની તલબ થાય, ત્યારે અડધી ચમચી માઉથ ફ્રેશનર ખાઈ લો. જેનાથી તમારી ગુટકા ખાવાની આદત ધીમે-ધીમે છૂટી જશે.
આ માઉથ ફ્રેશનર નિયમિત ખાવું તમારા શરીર માટે પણ ફાયદેમંદ રહેશે. જેમાં રહેલ વરિયાળી તમારું પાચન સુધારવામાં મદદ કરે છે અને શરીરમાંથી ટોક્સિન્સ પણ બહાર નીકાળે છે.
લવિંગ મોંઢામાં તાજગી જાળવી રાખે છે અને શ્વાસને પણ શુદ્ધ કરે છે. જેના પરિણામે ગુટકા ખાવાના કારણે આવતી દુર્ગંધમાંથી મુક્તિ મળે છે. જે મોંઢાના સ્વાસ્થ્ય માટે સારું રહે છે.
ફૂદીનાના પાનમાં એન્ટી ઓક્સિડેન્ટ્સ હોય છે. જે કેન્સરથી બચાવે છે અને પેટના સ્વાસ્થ્ય માટે પણ ફાયદેમંદ મનાય છે. આ માઉથ ફ્રેશનરથી પેટ પણ સ્વસ્થ રહે છે અને ગુટકા ખાવાની લત પણ સરળતાથી છૂટી શકે છે.