આપણામાંથી મોટાભાગના લોકોએ મધ તો ચાખ્યું જ હશે. મધને લિમિટમાં ખાવામાં આવે, તો શરીરને ફાયદો થાય છે, પરંતુ જો વધારે પડતું ખવાય તો સ્વાસ્થ્ય માટે હાનિકારક નીવડી શકે છે. તો ચાલો જાણીએ મધ ખાવાથી શું થાય
શરીરને હેલ્ધી રાખવા માટે ખાણી-પીણી પર ખાસ ધ્યાન આપવું જોઈએ. જેના માટે ડાયટમાં પોષક તત્વોથી ભરપુર વસ્તુઓને સામેલ કરવી જોઈએ.
મધમાં પુરતા પ્રમાણમાં શર્કરા, વિટામિન, ખનીજ અને એમિનો એસિડ હોય છે. જે સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ નીવડે છે. જો કે વધારે પડતું મધ ખાવામાં આવે, તો શરીરને નુકસાન પણ પહોંચી શકે છે.
મધમાં રહેલ ફ્રૂક્ટોઝથી ફેટી લિવરની સમસ્યા થઈ શકે છે. વધારે પડતું મધ ખાવાથી લિવરમાં ફેટ જમા થવા લાગે છે. જેના પરિણામે લિવર ડેમેજ થવાનો ખતરો વધી જાય છે.
વધારે પડતું મધ ખાવાથી પેટમાં બળતરા, એસિડિટી અને ડાયેરિયા જેવી સમસ્યાઓનો ખતરો વધી જાય છે. મધ વધારે પ્રમાણમાં ખવાય, તો પાચનની ગતિ મંદ પડી જાય છે.
મધ ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે, પરંતુ જો વધારે પડતું મધ ખાવામાં આવે, તો બ્લડ પ્રેશર અચાનક લૉ થવા લાગે છે. જેના પરિણામે વ્યક્તિને ચક્કર આવવા અને થાક લાગવા જેવી સમસ્યા થઈ શકે છે.
વધારે મધ ખાવાથી શરીરમાં ફેટ અને કેલેરી વધવા લાગે છે. જેના પરિણામે વ્યક્તિને મોટાપા અર્થાત વજન વધવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. વજનને કંટ્રોલમાં રાખવા માટે મધને લિમિટમાં ખાવું જ હિતાવહ છે.
મધમાં નેચરલ સુગર હોય છે. આથી વધારે પડતું મધ ખાવાથી દાંતમાં બેક્ટેરિયા જમા થવા લાગે છે. જેના પરિણામે દાંતમાં સડો પેદા થવા લાગે છે. જેનાથી બચવા માટે દાંતે વ્યવસ્થિત રીતે સાફ રાખવા જરૂરી છે.