દરરોજ 5 બદામ ખાવાથી ક્યા-ક્યા રોગ દૂર થાય છે?


By Sanket M Parekh20, Sep 2023 04:03 PMgujaratijagran.com

બદામમાં પોષક તત્વો

બદામ માત્ર વજન ઘટાડવામાં જ મદદરૂપ નથી થતી, પરંતુ કાર્ડિયો મેટાબોલિક સ્વાસ્થ્યમાં પણ સુધારો કરે છે. બદામ પ્રોટીન અને ફાઈબર ઉપરાંત વિટામિન અને મિનરલથી ભરપુર હોય છે. તો ચાલો બદામ ખાવાના ફાયદા પર એકનજર નાંખીએ

સોજા ઓછા કરશે

બદામમાં કેટલાક એવા પોષક તત્વો મળી આવે છે, જે કૉલેસ્ટ્રોલને સુધારવા સાથે-સાતે શરીરમાં સોજાની સમસ્યાને દૂર કરે છે.

બ્રેઈન સેલ્સ માટે ફાયદેમંદ

પ્રોટીનથી ભરપુર બદામ બ્રેઈન સેલ્સને મજબૂત કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

કબજિયાતમાં રાહત

બદામમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર મળી આવે છે. જેનાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે.

આંખ માટે ફાયદેમંદ

બદામ આપણી આંખ માટે ખૂબ જ ફાયદેમંદ મનાય છે, કારણે કે તેમાં વિટામિન-ઈનું પણ સારુ એવું પ્રમાણ હોય છે.

7 દિવસમાં કૉલેસ્ટ્રોલ કેવી રીતે ઘટાડશો? જાણો ઘરગથ્થુ નુસખા