આજકાલ બદલાતી જતી લાઈફસ્ટાઈલ અને ખોટી ખાણી-પીણીના કારણે લોકો અનેક જીવલેણ બીમારીઓનો ભોગ બની રહ્યાં છે.
આવી જ એક સમસ્યા પૈકી એક છે હાઈ કોલેસ્ટ્રોલ. જો કે શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે. એક ગુડ કોલેસ્ટ્રોલ જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ મનાય છે. જ્યારે બેડ કોલેસ્ટ્રોલના કારણે હાર્ટ સબંધી અન્ય બીમારીઓનો ખતરો રહે છે.
જો તમે પણ કોલેસ્ટ્રોલની સમસ્યાથી પરેશાન હોવ, તો કેટલાક અસરકારક ઘરગથ્થુ ઉપાયની મદદથી તમે તેને કંટ્રોલ કરી શકો છો.
અળસીના બીજમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. જે બેડ કોલેસ્ટ્રોલના લેવલને ઘટાડે છે.
કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે લસણ રામબાણ છે. જેમાં રહેલ ગુણ કોલેસ્ટ્રોલનું લેવલ નોર્મલ કરવામાં મદદ કરે છે.
એપલ વિનેગાર કોલેસ્ટ્રોલ જેવી સમસ્યામાં રાહત અપાવે છે. એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી એપલ વિનેગાર મિક્સ કરો અને તેને સારી રીતે હલાવીને આ ડ્રિન્કને નિયમિત પીતા રહો.
એન્ટી ઑક્સિડેન્ટથી ભરપુર આખા ધાણા કોલેસ્ટ્રોલના લેવલને ઓછું કરવામાં મદદરૂપ છે. જેમાં વિટામિન-સી, વિટામિન-એ, ફોલિક એસિડ, બીટા કેરોટીન જેવા તમામ પોષક તત્વો મળી આવે છે.