Disadvantages Of Dates: આ લોકો ભૂલથી પણ ના ખાય ખજૂર, ફાયદાની જગ્યાએ થશે નુકસાન


By Sanket M Parekh10, Sep 2025 03:58 PMgujaratijagran.com

ખજૂર ખાવાના નુકસાન

ખજૂર એક પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ફળ છે, પરંતુ તેનું વધુ પડતું સેવન કરવાથી અનેક નુકસાન થઈ શકે છે. આજે અમે આપને ખજૂરના સેવનથી થઈ શકતા નુકસાન વિશે વિગતવાર માહિતી આપીએ, જેથી તમને યોગ્ય જાણકારી મળી રહે.

વજન વધવું

ખજૂરમાં કેલરી અને કુદરતી શર્કરા વધુ હોય છે. તેથી વધુ પ્રમાણમાં ખજૂર ખાવાથી વજન એકાએક વધી શકે છે.

બ્લડસુગર વધવું

ડાયાબિટીસના દર્દીઓએ ખજૂરનું સેવન સાવધાનીપૂર્વક કરવું જોઈએ, કારણ કે તેમાં રહેલી સુગર બ્લડ સુગર લેવલને વધારી શકે છે

પાચન સંબંધી સમસ્યાઓ

ખજૂરમાં ફાઈબર પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. આથી વધુ માત્રામાં ખજૂર ખાવાથી ગેસ, પેટ ફૂલવું, ડાયરિયા અથવા કબજિયાત જેવી સમસ્યાઓ થઈ શકે છે.

દાંતની સમસ્યા

ખજૂરમાં રહેલી કુદરતી સુગરથી દાંતમાં કેવિટી અને સડો થવાની સમસ્યા થઈ શકે છે.

એલર્જી

કેટલાક લોકોને ખજૂરથી એલર્જી થઈ શકે છે, જેના કારણે ત્વચા પર ફોલ્લીઓ અથવા ખંજવાળ આવી શકે છે.

ફંગસનો ખતરો

ખજૂરમાં ફૂગ લાગવાનો ખતરો હોય છે. જે નરી આંખે જોઈ શકાતી નથી, પરંતુ આવી ખજૂર ખાવાથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે.

વજન ઘટાડવા માટે દરરોજ કેટલા કિમી ચાલવું જોઈએ