સ્વસ્થ રહેવા માટે હંમેશા હેલ્ધી ડાયટ લેવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે આપણી ખાણી-પીણીની સુધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. અખરોટ આવી જ હેલ્ધી વસ્તુ પૈકી એક છે, જેને ખાસ કરીને મગજ માટે ગુણકારી માનવામાં આવે છે.
એવામાં ચાલો જાણીએ કે, અખરોટ ખાવાથી શરીરને ક્યા-ક્યા ફાયદા થઈ શકે છે. જેથી તમે લાંબા સમય સુધી હેલ્ધી રહી શકો.
અખરોટ ઓમેગા-3, ફેટી એસિડ, પ્રોટીન, ફાઈબર અને વિવિધ વિટામિન્સ અને મિનરલ સહિત અન્ય જરૂરી પોષક તત્વોનો એક ઉમદા સ્ત્રોત છે.
અખરોટમાં રહેલ ફાઈબર પાચનને સુધારવામાં મદદ કરે છે. આ સાથે જ કબજિયાતની સમસ્યામાંથી પણ છૂટકારો અપાવે છે.
હેલ્ધી ફેટ, પ્રોટીન અને ફાઈબરથી ભરપુર અખરોટ લાંબા સમય સુધી તમારું પેટ ભરેલુ રાખે છે. જેનાથી તમને ભૂખ નથી લાગતી અને તમે ઓવર ઈટીંગથી બચી શકો છો
નિયમિત અખરોટ ખાવાથી શરૂરમાં બેડ કૉલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું કરવામાં મદદ મળે છે. આ સાથે જ બ્લડ પ્રેશર ઓછું કરવામાં પણ મદદ મળે છે.
અખરોટમાં રહેલ ઓમેગા-3 ફેટી એસિડ તમારા મગજને તેજ બનાવવામાં મદદરૂપ થાય છે.