જે રીતે ઘણા લોકો માટે દુબળાપણુ એક સમસ્યા છે એજ રીતે કેટલાક લોકો માટે મોટાપણુ પણ એક સમસ્યા છે.
સામાન્ય રીતે શરીરનુ વજન વધતાની સાથે લોકો તેને ઓછુ કરવા માટે અલગ અલગ પ્રયત્નો કરતા હોય છે. વજન ઓછુ કરવા માટે લોકો જિમ જવાનુ પસંદ કરતા હોય છે.
લોકોમા એવી માન્યતા હોય છે કે શરીરનુ વજન ઘટાડવા માટે જિમ જવું જરુરી છે પરંતુ આ બિલકુલ ખોટી વાત છે. તમે જિમ ગયા વગર પણ શરીરનુ વજન ઘટાડી શકો છો.
તમને ભલે ઓઈલી ફૂડ્સનો સ્વાદ પસંદ હોય પણ તમારા શરીરના સ્વાસ્થ્ય માટે ઓઈલી ફૂડ્સનુ સેવન કરવુ નુકસાનકારક સાબિત થઈ શકે છે. જો તમે શરીરનુ વજન દૂર કરવા માંગો છો તો તમે ઓઈલી ફૂડ્સથી દૂર રહો.
શરીરને સ્વસ્થ રાખવા માટે યોગ્ય પોષણયુક્ત ખોરાક લેવો જરુરી છે. તેવામા પ્રોટીન, આયરન અને ફાઈબર જેવા પોષણ વાળા ભોજનમા સામેલ કરો.
ભારતમા સામાન્ય રીતે ત્રણ વાર ભોજન લેવામા આવે છે. જમ્યા પછી 10 મિનીટ માટે ચાલવુ જોઈએ. તે શરીરના વજનને ઘટાડવામા મદદ કરે છે.
ઘરે રોજ શારિરીક એક્ટીવીટી કરી શકો છો. શારિરીક એક્ટીવીટીની જગ્યાએ તમે યોગાસન પણ કરી શકો છો. જે તમને શરીરના વજનને ઘટાડવામા મદદ કરે છે.