વજન ઘટાડવા માટે પ્રોટીન કેમ મહત્વનું છે? જાણી લો જલ્દી


By Vanraj Dabhi13, Nov 2023 03:12 PMgujaratijagran.com

આરોગ્ય

વજન ઘટાડવા માટે ડૉક્ટરો તમારા આહારમાં પ્રોટીનયુક્ત ખોરાકનો સમાવેશ કરવાની સલાહ આપે છે.

પ્રોટીન કેમ મહત્વનું છે?

પ્રશ્ન એ થાય છે કે પ્રોટીન વજન ઘટાડવામાં કેવી રીતે મદદરૂપ છે? તો ચાલો જાણીએ તેના વિશે.

અતિશય ખોરાક લેવાથી બચવું

આહારમાં પ્રોટીનયુક્ત વસ્તુઓનો સમાવેશ કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે જે આપણને વધુ પડતું ખાવાથી રોકે છે.

મેટાબોલિઢમ ઝડપી કરે

પ્રોટીનયુક્ત ખોરાક મેટાબોલિઝમને મજબૂત બનાવે છે. તંદુરસ્ત પાચન જાળવવાથી ચરબી બર્ન કરવામાં મદદ મળે છે.

સુગર લેવલ કંટ્રોલ કરે

પ્રોટીન શરીરમાં સુગર અને કેલરીની માત્રાને નિયંત્રિત કરવાનું કામ કરે છે જેના કારણે વજન વધતું નથી.

વજન ઘટાડવા માટે

પ્રોટીન કેલરી અને ચરબી બર્ન કરવામાં, મસલ્સ બનાવવામાં, હાડકાંને મજબૂત કરવામાં અને હોર્મોન્સની આપલે કરવામાં મદદ કરે છે.

માછલી અને ઇંડા

જો તમારે વજન ઓછું કરવું હોય તો તમે પ્રોટીનથી ભરપૂર માછલી અને ઈંડાનું નું સેવન કરી શકો છો.

ડેરી પ્રોડક્ટ

દરરોજ એક ગ્લાસ દૂધ પીવો. તમે ચીઝનું સેવન પણ કરી શકો છો. ડેરી ઉત્પાદનો પ્રોટીન સમૃદ્ધ છે.

કઠોળનું સેવન કરો

વિવિધ પ્રકારના કઠોળમાં પૂરતી માત્રામાં પ્રોટીન જોવા મળે છે જેના સેવનથી ચરબી ઘટાડવામાં મદદ મળે છે.

નોંધ

આ સમાચાર સામાન્ય માહિતી પર આધારિત છે. કોઈપણ પ્રકારની વિશેષ માહિતી માટે નિષ્ણાત પાસેથી યોગ્ય સલાહ લો.

આ પાંચ આદતો ડાયાબિટીસને કંટ્રોલમાં રાખશે