આજના સમયમાં મોટાભાગના લોકો ડાયાબિટીસનો સામાનો કરી રહ્યા છે. ખરાબ આદતો અને ખરાબ જીવનશૈલીના કારણે યુવાઓ પણ ડાયાબિટીસનો શિકાર બને છે. એવામાં આ આદતો જીવનમાં સામેલ કરવાથી ડાયાબિટીસને કંટ્રોલમાં રાખી શકાય છે.
ડાયાબિટીસના દર્દીઓએ ધૂમ્રપાન કરવાનું ટાળવું જોઈએ. વધારે ધૂમ્રપાન કરવાથી લોહીમાં શુગરની માત્રા ઓછી થઇ જાય છે. એવામાં જો તમે ડાયાબિટીસની દવા ખાઓ છો તો તેની કોઈ અસર થશે નહીં.
ડાયાબિટીસના દર્દીઓએ દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટની કસરત કરવી જોઈએ. એવામાં તમે રોજ યોગા, જિમ અથવા રનિંગ કરી શકો છો. કસરત કરવાથી લોહીમાં શુગરની માત્રા નિયંત્રણમાં રહે છે.
વધારે માત્રામાં તણાવ લેવાથી લોહીમાં શુગરની અનેક ઘણી માત્રા વધે જાય છે, જેનાથી ડાયાબિટીસના દર્દીઓને સમસ્યાઓ થાય છે. જેથી તણાવથી બચવાં તમે રોજ વ્યાયામ કરી શકો છો.
ડાયાબિટીસના દર્દીઓએ વર્ષમાં બે વખત શરીરનું ચેકઅપ કરાવું જરૂરી છે. જણાવી દઈએ કે ડાયાબિટીસ હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ વધારે છે. જેથી કોલેસ્ટ્રોલ અને બીપીના ચેકઅપ નિયમિતપણે કરાવો.
ડાયાબિટીસના દર્દીઓએ દારૂનું સેવન ન કરવું જોઈએ. દારૂ શરીરમાં શુગરની માત્રા વધારવાનું કામ કરે છે.