વજન ઘટાડવા માટે આ રીતે ખાવ ચિયા સીડ્સ


By Hariom Sharma2023-05-26, 17:54 ISTgujaratijagran.com

નાના-નાના અને રંગમાં કાળા એવી ચિયા સીડ્સ સ્થૂળતાથી છુટકારો મેળવવામાં અસરકર ગણાય છે. આ માટે વજન ઘટાડવા માટે આ રીતે ચિચા સીડ્સનું સેવન કરો.

પાણી- ચિયા સીડ્સ

એક ગ્લાસ પાણીમાં એક ચમચી ચિયા સીડ્સ મિક્સ કરીને અડધો કલાક સુધી રાખી મૂકો. ત્યાર બાદ ખાલી પેટ ચિયા સીડ્સનું સેવન રોજ કરવાથી વેટ લોસ કરવામાં સરળતા રહે છે.

ફ્રૂટ ચાટ

વજન ઘટાડવા માટે ચિયા સીડ્સનું સેવન ફ્રૂટ ચાટ સાથે પણ કરી શકો છો. આ માટે દહીંમાં ફ્રૂટના નાના-નાના કટકા અને ચિયા સીડ્સ મિક્સ કરીને સેવન કરવાથી ફાયદા મળશે.

સ્મૂધી બનાવો

સ્થૂળતા ઘટાડવા માટે ચિયા સીડ્સથી બનેલી સ્મૂધીનું સેવન પણ કરી શકો છો. આ માટે એક કપ દહીંમાં એક કેળાના કડક મિક્સ કરીને બ્લેન્ડ કરો. ત્યારે બાદ તેમાં એક ચમચી ચિયા સીડ્સ મિક્સ કરીને તેનું સેવન કરો.

સલાડ

ચિયા સીડ્સનું સેવન સલાડના રૂપમાં પણ કરી શકો છો. આ માટે શાકભાજીને કાપીને તેમાં મરી પાવડર અને ચિયા સીડ્સ મિક્સ કરીને સેવન કરવાથી વેટ લોસ કરી શકો છો.

દૂધ-ચિયા સીડ્સ

ચિયા સીડ્સનું સેવન દૂધની સાથે પણ કરી શકો છો. આ માટે એક ગ્લાસ દૂધમાં એક ચમચી ચિયા સીડ્સ મિક્સ કરીને થોડો સમય મૂકી રાખો. ત્યારે બાદ તેમાં મધ મિક્સ કરીને સેવન કરો.

અન્ય રીતે

ચિયા સીડ્સનું સેવન તમે પુડિંગ, દહીં, લીંબુ પાણી અને પેનકેકની સાથે પણ કરી શકો છો. આ સીડ્સમાં ઘણાં પોષકતત્ત્વોનો ભંડાર હોય છે, જે વેટ લોસની સાથે મેટાબોલિજમ પણ વધારી શકે છે.

શ્રીનગર જાવ, તો આ જાદુઈ જગ્યાએ અચૂક જજો; સ્વર્ગની ફીલિંગ થશે