ગરમીથી રાહત આપનાર કોલ્ડ ડ્રિન્ક શરીરને કરી શકે છે નુક્સાન, આજથી પીવાનું છોડો


By Sanket M Parekh2023-05-26, 17:35 ISTgujaratijagran.com

વજન વધવું

કોલ્ડ ડ્રિન્કનું સેવન વધારે પડતું કરવાથી તમારું વજન ઝડપથી વધવા લાગે છે, કારણ કે તેમાં સુગરનું પ્રમાણ વધારે હોય છે.

ફેટી લીવર

કોલ્ડ ડ્રિન્ક વધારે પીવાથી તમને ફેટી લીવરની સમસ્યા થઈ શકે છે. જેમાં બે પ્રકારની સુગર મળી આવે છે. ગ્લુકોઝ અને ફ્રૂક્ટોઝ. ગ્લુકોઝ બોડીમાં તરત એબ્સોર્બ અને મેટોબોલાઈઝ થઈ જાય છે.

ડાયાબિટીશ

કોલ્ડ ડ્રિન્કમાં સુગરનું પ્રમાણ વધારે હોય છે. એવામાં તેનું વધારે પડતું સેવન કરવાથી ડાયાબિટીશની સમસ્યા પણ થઈ શકે છે.

દાંતો પર ખરાબ અસર

કોલ્ડ ડ્રિન્કનું વધારે પડતું સેવન દાંતો પર ખરાબ અસર કરે છે. જેમાં ફાસ્ફોરિક એસિડ સહિત અનેક પ્રકારના એસિડ હોય છે, જે દાંતને નુક્સાન પહોંચાડી શકે છે.

ઈસ્યૂલિન અસંતુલિત કરશે

શરીરમાં સુગરનું પ્રમાણ ઝડપથી વધવાના કારણે ઈસ્યૂલિનનું બેલેન્સ બગડવા લાગે છે, જે જીવલેણ સાબિત થઈ શકે છે.

કિડની પર અસર

શરીરમાં સુગરનું પ્રમાણ વધવા પર મસલ્સ તેનો પુરતો ઉપયોગ નથી કરી શકતા. એવામાં કિડની સુગરને પેશાબ વાટે બહાર નીકાળે છે. આ માટે કિડનીને વધારે કામ કરવું પડે છે, જેથી લીવર ડેમેજ થઈ શકે છે.

ગરમીમાં એસી કે કુલર વિના ઘરને આ રીતે રાખો ઠંડુ, ફૉલો કરો આ નેચરલ ટિપ્સ