Weight Loss Tips : વજન ઘટાડવા માટે વરિયાળીનું પાણી પીવો


By Vanraj Dabhi14, Dec 2023 05:44 PMgujaratijagran.com

ભારતીય મસાલા

ભારતીય રસોડામાં કેટલાક એવા મસાલા છે જે ભોજનનો સ્વાદ વધારવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે.

વરિયાળી

વરિયાળી આ મસાલાઓમાંથી એક છે. તેમાં વિટામીન, ફાઈબર, કેલ્શિયમ, એન્ટી ઓક્સીડેન્ટ, એન્ટી બેક્ટેરીયલ, એન્ટી ફંગલ ગુણ હોય છે.

માઉથ ફ્રેશનર

કેટલાક લોકો વરિયાળીનો ઉપયોગ માઉથ ફ્રેશનર તરીકે પણ કરે છે. તેની તાસીર ખૂબ જ ઠંડી હોય છે તેનું સેવન કરવાથી તમને ગરમીનો અનુભવ થતો નથી.

ફાયદા

આજે અમે તમને વરિયાળીનું સેવન કરવાથી શરીરમાં થતા ફાયદાઓ અને વજન ઘટાડવામાં તે કેવી રીતે મદદરૂપ થાય છે તે વિશે જણાવીશું.

વરિયાળીનું પાણી

જો તમે જલ્દીથી જલ્દી વજન ઘટાડવા માંગો છો તો તમે વરિયાળીના પાણીનું સેવન કરી શકો છો.

ફાઇબર

વરિયાળીમાં મોટી માત્રામાં ફાઈબર હોય છે. જે શરીરની ચરબીને ઝડપથી બર્ન કરવામાં મદદ કરે છે.

વરિયાળીની ચા

વરિયાળીની ચા વજન ઘટાડવામાં ઘણી અસરકારક સાબિત થાય છે. આ માટે પાણી ઉકાળતી વખતે માત્ર એક ચમચી વરિયાળી નાખો અને અડધી ચમચી ગોળ ઉમેરીને ચા બનાવો.

પાવડર

તમે વજન ઘટાડવા માટે વરિયાળીના બીજનો પાવડર પણ ઉપયોગ કરી શકો છો. આ માટે મુઠ્ઠીભર વરિયાળી લો. તેને સારી રીતે પીસીને પાવડર બનાવીને દરરોજ તેનું સેવન કરો.

વરિયાળી શેકી લો

સ્થૂળતા ઘટાડવામાં પણ શેકેલી વરિયાળી ખાવી ખૂબ જ ફાયદાકારક છે. આ માટે એક ચમચી વરિયાળી લો અને તેને ધીમી આંચ પર શેકી લો. શેક્યા પછી તેને દરરોજ તમારા ભોજનમાં સામેલ કરો.

વાંચતા રહો

માહિતી ગમે તો લાઈક- શેર કરો અને આવી વધુ વિગતો માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

સવારે 6 વાગ્યા પહેલા પીઓ આ પીળુ પાણી, વજન થશે ઓછુ