સવારે 6 વાગ્યા પહેલા પીઓ આ પીળુ પાણી, વજન થશે ઓછુ


By Prince Solanki14, Dec 2023 03:40 PMgujaratijagran.com

વજન

બદલાતી જીવનશૈલી અને ખરાબ ખાવાપીવાની આદતોને કારણે આજકાલ લોકોનુ વજન વધવા લાગ્યુ છે, એવામા જો તમે સવારે ઉઠીને મેથી અને વરિયાળીનુ પાણી જરુર પીઓ. ચલો જાણીએ તેને બનાવવાની રીત અને તેના ફાયદા વિશે.

એક્સપર્ટની સલાહ

ડો. મિનાક્ષી આર્યની અનુસાર સવારે ઉઠીને મેથી અને વરિયાળીનુ પાણી પીવાથી પેટ સંબધિત બીમારીઓ દૂર થાય છે. આ વજનને ઓછુ કરે છે.

મેથી અને વરિયાળીનુ પાણી બનાવવાની રીત

મેથી અને વરિયાળીનુ પાણી બનાવવા એક કપ પાણીમા 1 ચમચ વરિયાળી અને મેથી પલાળીને રાખો. પછી સવારે મેથી અને વરિયાળીને અલગ કરીને એ પાણીને પી લો.

બોડીને ડિટોક્સ કરે

મેથી અને વરિયાળીનુ પાણી પીવાથી બોડીને ડિટોક્સ કરવામા મદદ કરે છે. તેમા રહેલા પોષકતત્વો શરીરમા રહેલી ગંદકીને દૂર કરે છે.

રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે

મેથી અને વરિયાળીનુ પાણી પીવાથી શરીરમા રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. તેમા રહેલા એંટી ઓક્સિડેંટ ગુણ શરીરમા રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે.

પાચનશક્તિ મજબૂત કરે

મેથી અને વરિયાળીનુ પાણી પીવાથી પેટ સાફ રહે છે. રોજ તેનુ પાણી પીવાથી પાચનશક્તિ મજબૂત કરવામા મદદ મળે છે. સાથે તે કબજિયાત અને અપચા જેવી સમસ્યા દૂર થાય છે.

વજન ઓછુ કરે

મેથી અને વરિયાળીનુ પાણી પીવાથી શરીરનુ વજન ઓછુ થાય છે. સાથે તેના બીજ ખાવાથી શરીરની ચરબી દૂર થાય છે.

પેટનો સોજો દૂર થાય

મેથી અને વરિયાળીનુ પાણી પીવાથી પેટનો સોજો દૂર થાય છે, આ ઉપરાંત તેના પાણીના સેવનથી પેટ ફૂલવાની સમસ્યા પણ દૂર થાય છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

આ વસ્તુઓનુ સેવન કરો, દિમાગ બનશે તેજ