સારો ખોરાકએ મગજને સ્વસ્થ રાખવા તથા તેજ બનાવવામા મદદ કરે છે. ચલો જાણીએ દિમાગને તેજ કરવા માટે શુ ખાવુ જોઈએ?
ડો. સ્નેહા ગિલના અનુસાર જંક ફૂડ ખાવાથી શરીરને સાથે દિમાગ પર અસર થાય છે. જો બાળકોનુ દિમાગ તેજ કરવા માંગો છો તો તેમને ફળો અને લીલા શાકભાજીનુ સેવન કરવાની આદત કેળવો.
પાંદડા વાળી શાકભાજી ખાવાથી તેમા રહેલા ફોલેટ અને વિટામિન કે દિમાગને સ્વસ્થ રાખવામા મદદ મળે છે. આ માટે તમે પાલક, કોબી અને બ્રોકોલીનુ સેવન કરી શકો છો.
હર્બલ ટીનુ સેવન કરવાથી યાદશક્તિ તેજ બને છે. આ માટે તમે તુલસી અને અજમાની ચા પી શકો છો.
દિમાગને તેજ કરવા માટે તમે એક ગ્લાસ ગરમ પાણીમા અશ્વગંધા, બકોપા, ગોટુ કોલા જેવા જડી બુટ્ટીઓ મિલાવીને પીઓ.આ બધી જડી બુટ્ટીઓ યાદશક્તિ તેજ બનાવે છે.
દિમાગને તેજ કરવા માટે વિટામિન બીથી ભરપૂર ઈંડાનુ સેવન કરી શકો છો. વિટામિન બીથી દિમાગને તેજ બનાવવામા મદદ મળે છે.
કેળના બીજમા જિંકની માત્રા ખૂબ જ હોય છે. જિંક દિમાગને તેજ બનાવવામા મદદ કરે છે. આ માટે દહીંમા કેળના બીજ નાખીને તેનુ સેવન કરો.