લવિંગ અને ઈલાયચી બન્નેનુ સાથે સેવન કરવાથી મળશે આ ફાયદા


By Prince Solanki13, Dec 2023 06:41 PMgujaratijagran.com

લવિંગ અને ઈલાયચી

સામાન્ય રીતે દરેક ઘરમા લવિંગ અને ઈલાયચીનો ઉપયોગ કરવામા આવે છે. લવિંગ અને ઈલાયચી બન્નેનુ સાથે સેવન કરવાથી સ્વાસ્થ્ય સંબધિત પણ અનેક ફાયદા મળે છે. ચલો જાણીએ લવિંગ અને ઈલાયચી બન્નેનુ સાથે સેવન કરવાથી મળતા ફાયદા વિશે.

પોષકતત્વોથી ભરપૂર

લવિંગમા વિટામિન કે, બીટા કૈરોટીન અને પ્રોટીન જેવા પોષકતત્વો જોવા મળે છે. જ્યારે ઈલાયચીમા કેલ્શિયમ, આયરન, મેગ્નેશિયમ જેવા પોષકતત્વો હોય છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે

લવિંગ અને ઈલાયચીનુ પાણી પીવાથી શરીરમા રોગપ્રતિકારક શક્તિમા વધારો થાય છે. જો તમે જલ્દી બીમાર પડી જાવ છો તો સવારે ઉઠીને ખાલી પેટ ઈલાયચી અને લંવિગનુ પાણી પી શકો છો.

પાચનક્રિયા સુધરે

ખરાબ ખાવાપીવાની કારણે પેટ સંબધિત સમસ્યાઓ વધી જાય છે. તેવામા લવિંગ અને ઈલાયચીનુ સેવન કરો. તેનાથી પાચનક્રિયા સુધરે છે.

કબજિયાતમા રાહત

કબજિયાતના કારણે પેટમા બળતરા, દુખાવા જેવી સમસ્યાઓ થાય છે. આ સમસ્યામા રાહત મેળવવા માટે તમે લવિંગ અને ઈલાયચીનુ સેવન કરી શકો છો. લવિંગ અને ઈલાયચીમા રહેલા પોષકતત્વો ખોરાકને પચાવવામા મદદ કરે છે.

મોંની દુર્ગંધ દૂર કરે

લવિંગ અને ઈલાયચીનુ સેવન કરવાથી મોંની દુર્ગંધ દૂર થાય છે. આ ઉપરાંત કૈવિટીની સમસ્યા દૂર થાય છે.

શરીરને ડિટોક્સ કરે

લવિંગ અને ઈલાયચીનુ સેવન કરવાથી શરીરને ડિટોક્સ કરવામા મદદ મળે છે. તેના પાણીનુ સેવન કરવાથી કિડનીમા રહેલી ગંદકી પણ દૂર થાય છે.

આ રીતે કરો ઉપયોગ

તમે લવિંગ અને ઈલાયચી નાખીને ચા બનાવી તેનુ સેવન કરી શકો છો. રાતે પાણીમા ઈલાયચી અને લવિંગ પલાળીને તેનુ પાણી સવારે ઉઠીને ખાલી પેટે સેવન કરી શકો છો.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

ગરમ દૂધમા તજ મિલાવીને પીવાથી મળે છે અનેક ફાયદા