વજન ઘટાડવા માટે વ્યક્તિ અવનવી ટ્રીક્સ અપનાવતા હોઈએ છીએ, પરંતુ દરેક સમયે તે કારગર સાબિત નથી થતી. આ સ્ટોરીમા આપણે 7 વસ્તુઓ વિશે જાણીસું જેનું ડ્રીન્ક બનાવી તમે ઝડપથી વજન ઘટાડી શકશો
1 લીલું સફરજન, 1 આમળા, 1 કાકડી, 10 પાલકના પાન, 1 ચમચી આદુ, 5 બદામ અને 6 બરફના ટુકડા
લીલા સફરજન, કાકડી, આમળા, પાલક અને આદુને ધોઈને કાપી લો. ત્યારપછી જારમાં અડધો કપ પાણી લઈ બધી સામગ્રીને ગ્રાઈન્ડ કરી લો અને કાચના ગ્લાસમાં સર્વ કરો
લીલા સફરજનમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જેનાથી પેટ લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. આ સિવોય તેમા ચરબી, સોડિયમ અને ખાંડ પણ ખૂબ જ ઓછી હોય છે.
આમળામાં પણ ફાઈબરયુક્ત ફળ છે, જે પાચનશક્તિ વધારે છે અને મેટાબોલિઝમને સુધારે છે. તેનું સેવન કરવાથી પેટની ચરબી ઓછી કરી શકાય છે
કાકડીમાં ખૂબ જ ઓછી કેલરી અને સોલ્યુબલ ફાયબર હોય છે. તેમાં પાણીની માત્રા વધુ હોય છે, જે હાઇડ્રેશન જાળવી રાખે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે.