સ્વાસ્થ્યવર્ઘક કિસમિસના વિવિધ પ્રકારો વિશે જાણો, સલાડ, પુડીંગ, સ્વીટને બનાવે છે


By Smith Taral01, May 2024 11:33 AMgujaratijagran.com

કિસમિસ એ સૂકી દ્રાક્ષ છે, સુકી દ્રાક્ષને કુદરતી રીતે તડકામાં સૂકવીને અથવા કૃત્રિમ રીતે ડિહાઇડ્રેટ અને ઓવનમા સુકવીને બનાવવામાં આવે છે. જેમ જેમ દ્રાક્ષ સુકાઈ જાય છે તેમ તેમ તે મીઠી બને છે. આ સ્ટોરીમાં આપણે જોઈશું કિસમિસના વિવિધ પ્રકારો જેનો તમે તમારા ડાયેટમાં ઉપયોગમાં લઈ શકો છો

રેગ્યુલર કિસમિસ

રેગ્યુલર કિસમિસ કાળી અથવા જાંબલી દ્રાક્ષમાંથી બનાવવામાં આવે છે, જે ઘાટો રંગ, મીઠો અને થોડો ખાટો સ્વાદ બનાવે છે.

ગોલ્ડન કિસમિસ

ગોલ્ડન કિસમિસ સુકાઈ ગયેલી પીળી અથવા લીલી દ્રાક્ષમાંથી બનાવવામાં આવે છે. સુકાવાની પ્રક્રીયા દરમિયાન તેને સલ્ફર ડાયોક્સાઇડનો ઉપયોગ કરવામાં આવે છે. આ સ્વાદમાં હળવી અને મીઠી લાગે છે

સુલતાના કિસમિસ

બીજ વિનાની દ્રાક્ષમાંથી બનાવવામાં આવતી આ કિસમિસ સ્વાદમાં મીઠી અને ખાટી હોય છે. તે સાથે હળવા રંગની હોય છે. સુલતાના કિસમિસને ખાસ કરીને કેક, પુડિંગ્સ જેવી વાનગીમાં ઉપયોગમાં લેવામાં આવે છે

મુનક્કા

આ પ્રકારની કિસમિસ મીઠી અને સ્વાદમા સહેજ હોય છે, તેનો ઉપયોગ સ્કોન્સ, કૂકીઝ અને ફ્રુટકેક બનાવવામાં થાય છે

રેડ કિસમિસ

લાલ કિસમિસ લાલ દ્રાક્ષમાથી બનાવવામાં આવે છે, આનો ફ્લેવર કાળી કિસમિસ જેવો હોય છે, આનો ઉપયોગ ટ્રેઇલ મિક્સ અથવા મીઠાઈઓમાં ગાર્નીશ કરવા માટે થાય છે

લીલી કિસમિસ

લીલી કિસમિસ લીલા દ્રાક્ષની જાતોમાંથી બનાવવામાં આવે છે, આ બાકી કિસમિસ કરતાં થોડી હાર્ડ હોય છે. આને બેકિંગ, સલાડ અથવા સ્ટફિંગમાં ઉપયોગ કરી શકાય છે.

લાંબા સમય સુધી તાજા રહેશે, આ રીતે ફળો અને શાકભાજીનો સંગ્રહ કરો