જ્યારે પણ આપણે માર્કેટમાં જઈએ ત્યારે વધુ શાકભાજી અને ફળો ખરીદી લેતા હોઈએ, જેથી ફરી પાછા ખરીદવા ન જવું પડે. આવામાં તેનો સંગ્રહ કેવી રીતે કરવો તેની સમસ્યા ઊભી થાય છે. આ સ્ટોરીમાં આપણે જાણીશું તમે કેવી રીતે શાકભાજીને સ્ટોર કરી શકો છો જેથી તેને લાંબા સમય સુધી તાજા રહી શકે.
લીલા પાંદડાવાળા શાકભાજીને બ્રાઉન પેપર બેગમાં અથવા અખબારમાં લપેટીને મુકો જેથી તે લાંબા સમય સુધી તાજા રહી શકે. પેપર બેગમાં રાખવાથી શાકભાજીનો વધારાના ભેજને શોષાઈ જાય છે અને લાંબા સમય સુધી તાજા રહે છે
લીલા મરચાંને સારી રીતે ધોઈને છાંયડામાં સૂકવી લો. આ પછી, તેમની દાંડી તોડીને તેને એરટાઈટ કન્ટેનરમાં બંધ કરીને ફ્રીજમાં રાખી લો
બટાકા અને ડુંગળી જેવા શાકભાજીને રેફ્રિજરેટરમાં ન રાખી તેને અલગ બાસ્કેટમાં રાખવા. તેને એવી જગ્યાએ રાખો કે જ્યાં સીધો સૂર્યપ્રકાશ ન હોય અને વધારે ગરમી ન હોય.
સફરજનને જાળીદાર કોથળીમાં રાખો, જો તમારી પાસે જાળીદાર બેગ નથી, તો તમે પ્લાસ્ટિકની થેલીમાં નાના છિદ્રો કરી તેમાં રાખી શકો છો.
મશરૂમના પેકેટને બ્રાઉન પેપર બેગમાં રેફ્રિજરેટરમાં એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો. આને ક્યારેય ધોઈ અને સ્ટોર ન કરો.
સ્ટ્રોબેરીને પહેલા વિનેગરના પાણીથી ધોઈ લો. પછી તેને હવામાં સારી રીતે સૂકવી દો અને પછી તેને રેફ્રિજરેટરમાં એક બોક્સમાં રાખો.
કેળાને અન્ય ફળોની સાથે ક્યારેય ન રાખો કારણ કે તે ઇથિલિન નામનો ગેસ છોડે છે જેના કારણે ફળો અને શાકભાજી ઝડપથી પાકીને બગડી જાય છે. તેને લાંબા સમય સુધી તાજા રાખવા કેળાની ટોચને પ્લાસ્ટિકથી ઢાંકી દો.
પાકેલી કેરી સીધી રેફ્રિજરેટરમાં ન રાખો, પહેલા તેમને થોડા કલાકો માટે પાણીમાં પલાળી રાખો