પેટની વધતી ચરબી ઓછી કરે છે આ શાકભાજી, આજે જ ડાયટમાં સામેલ કરો


By Sanket M Parekh30, May 2023 05:14 PMgujaratijagran.com

પાલક

પાલકમાં ફાઈબર, વિટામિન-એ, સી અને કે, મેગ્નેશિયમ અને આયરન જેવા પોષક તત્ત્વો પુષ્કળ પ્રમાણમાં હોય છે. જેનાથી તમારા પેટની ચરબી ઓછી થઈ શકે છે.

લીલા વટાણા

લીલા વટાણા પ્રોટીનની સાથે કાર્બોહાઈડ્રેટ અને ફાઈબરનો પણ સારો સ્ત્રોત છે. વટાણાંમાં ઝીરો કોલેસ્ટ્રોલ હોય છે. જેના ખાવાથી ફેટ બર્ન કરવામાં મદદ મળે છે.

લીલા પાંદડાવાળા શાકભાજી

લીલા પાંદડાવાળા શાકભાજીમાં કેલેરી ઓછી હોવાની સાથે તે તમારા ન્યૂટિએન્ટ્સ ડેફિશિયન્સીને પૂરી કરવાનું કામ કરે છે. જેનું સેવન કરવાથી બૉડી ફેટ બર્ન કરવામાં મદદ મળે છે.

બીન્સ

બીન્સ શરીરની ચરબીથી છૂટકારો મેળવવા, મસલ્સ ગ્રોથ અને ડાઈઝેશનમાં સુધારા માટે ખૂબ જ સારા મનાય છે. જેના સેવનથી બેલી ફેટને ઓછું કરી શકાય છે.

કાકડી

કાકડીમાં 96 ટકા જેટલું પાણી હોય છે, જે પેટ ફૂલવા નથી દેતુ અને શરીરને ઠંડક પહોંચાડવામાં મદદ કરે છે. કાકડી ખાવાથી પણ પેટની ચરબીને ઓછી કરી શકાય છે.

મશરૂમ

મશરૂમ બ્લડમાં ગ્લૂકોઝના લેવલને કંટ્રોલ કરવા, વજન ઘટાડવા અને ફેટ બર્ન કરવામાં મદદરૂપથાય છે. આ ઉપરાંત મશરૂમ મેટાબૉલિઝ્મને ઝડપી કરીને વેટ લૉસમાં મદદ કરે છે.

ગરમ ચા પછી તરત જ પાણી પીવાની ભૂલ ના કરતા, નહીંતર શરીરને થશે આ નુક્સાન