જો તમે પણ ચા પછી તરત જ પાણી પીવો છો, તે તમને એસિડિટીની સમસ્યા થઈ શકે છે. આમ કરવાથી તમારે પેટ સાથે સંકળાયેલી અન્ય સમસ્યા પણ વધી શકે છે.
ચા પછી તરત પાણી પીવાથી દાંતમાં તકલીફ થવા લાગે છે. આમ કરવાથી મોંઢાના તાપમાનમાં અચાનક મોટો ફેરફાર થાય છે, જે દાંતની નસોમાં મુશ્કેલી ઉભી કરે છે.
ચા પીધાના તરત પાણી પીવાથી નાકમાં બ્લીડિંગની સમસ્યા થઈ શકે છે. આ સમસ્યાનો અનેક લોકો સામનો કરી રહ્યાં છે.
ગરમ ચા પીછા પછી પાણી પીવાથી શરદી-ખાંસી જેવી સમસ્યા પણ થઈ શકે છે. આ ઉપરાંત ગળું પણ બેસી શકે છે.
ગરમ ચા પછી તરત જ પાણી પીવાથી પેટ ડિસ્ટર્બ થઈ શકે છે. આમ કરવાથી લૂઝ મૉશનની સમસ્યા પણ થઈ શકે છે. આ સાથે ગેસ થવાના ચાન્સ પણ વધી જાય છે.
ચા પછી તરત પાણી પીવાથી અલ્સર પણ થઈ શકે છે. આથી ચા પછી તરત જ પાણી પીવાનું બંધ કરી દેવું જોઈએ.
ચા પછી તરત પાણી પીવાથી દાંતના ઉપરના પડ એટલે કે ઈનેમલને નુક્સાન પહોંચી શકે છે. જેથી દાંતોની સેન્સેટિવિટી વધી જાય છે.