કાચુ દૂધ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આમા કેટલીક વસ્તુઓ મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી નીખાર આવે છે. આવો જાણીએ ચહેરાની સુંદરતા વધારવા માટે કાચા દૂધમાં શું મિક્સ કરવું જોઇએ.
કાચા દૂધમાં બેસન મિક્સ કરી લગાવવું ત્વચા માટે ખૂબ હેલ્ધી હોય છે. આને લગાવવાથી ચહેરા પર ગ્લો આવે છે. આ માટે દૂધમાં બેસન મિક્સ કરીને લેપ બનાવીને ચહેરા પર લગાવો. 15થી 20 મિનિટ પછી ચહેરો ધોવો.
કાચા દૂધમાં કેસર મિક્સ કરીને ચહેરા પર લગાવવું ખૂબ જ હેલ્ધી હોય છે. આને લગાવવથી ચહેરા પર પ્રાકૃતિક રૂપથી નીખાર આવે છે. આ માટે દૂધમાં કસર મિક્સ કરો અને કોટન બોલની મદદથી ચહેરા પર લગાવો.
ચહેરા પર કાચુ દૂધ અને મુલતાની માટી લગવવાથી નીખાર આવવાની સાથે સાથે ડાઘાની સમસ્યાથી ઘટે છે. આ માટે દૂધમાં મુલતાની માટી મિક્સ કરીને લેપ બનાવો અને ચહેરા પર લગાવો. સૂકાયાના 10થી 15 મિનિટ પછી ચહેરો ધોવો.
ચહેરા પર ગ્લો મેળવવા માટે તમે કાચુ દૂધ અને મધનું કોમ્બિનેશન અપનાવી શકો છો. આને લગાવવાથી ચહેરો હાઇડ્રેટ રહે છે, જેનાથી ડ્રાઇ સ્કિન સમસ્યા રહેતી નથી.
કાચા દૂધમાં ગુલાબ જળ મિક્સ કરીને લગાવવાથી ખૂબ જ અસર કરે છે. આને લગાવવાથી ચહેરા પર નીખાર આવે છે સાથે બ્લેકહેડ્સથી પણ રાહત મળે છે.