શરીરને હાઇડ્રેટ રાખવા માટે પાણી પીતા રહેવું જોઇએ, પરંતુ ઘણા લોકોમાં રાત્રે સૂતા પહેલા પીવાને લઇને ઘણી સમસ્યા રહે છે. આવો જાણીએ રાત્રે સૂતા પહેલા પાણી પીવું જોઇએ કે નહીં?
હેલ્થ એક્સપર્ટ પ્રમાણે રાત્રે સૂતા પહેલા પાણી ના પીવું જોઇએ. આવું કરવાથી ઊંઘ પ્રભાવિત થઇ શકે છે. આમ કરવાથી પેશાબ આવી શકે છે, જેનાથી ઊંઘ તૂટી શકે છે.
રાત્રે પાણી પીને ઊંઘવાથી રાત્રે તમારી ઊંઘ તૂટી શકે છે. ઊંઘ પૂરી ના થવાથી સ્વાસ્થ્યને લગતી કેટલી સમસ્યા જેમ કે વજન વધવું અથવા હાઇ બ્લડ પ્રેશર થઇ શકે છે.
ડાયાબિટીસ અને હાર્ટના દર્દીઓ કેટલી એવી દવાઓનું સેવન કરે છે જે, યુરીન પાસ કરવામાં મદદ કરે છે. આમા જો તમે રાત્રે સૂતા સમયે પાણી પીવો છો તો થોડા સમય પછી તેમને પેશાબ જવું પડે છે. જેનાથી તમેની ઊંઘ તૂટી શકે
હેલ્થ એક્સપર્ટની માનો તો તમે દિવસભર 3થી 4 લીટર પાણી પી શકો છો. કેટલી સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે આની માત્રા વધ-ઘટ થઇ શકે છે, પરંતુ જો તમે સ્વસ્થ છો તો તમે આટલું પાણી પી શકો છો.
રાત્રે સૂતા પહેલા લગભગ બે કલાક પહેલા પાણી પીવું જોઇએ. આનાથી ઊંઘમાં કોઇ સમસ્યા નથી થતી.