બ્લુબેરીનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ તેનું સેવન કરીને તમે વજન પણ ઘટાડી શકો છો. ચાલો જાણીએ કે વજન ઘટાડવા માટે બ્લુબેરીનું સેવન કેવી રીતે કરવું.
એન્ટિઓક્સીડન્ટ, વિટામિન-બી6, ફાઈબર, વિટામિન-બી.
બ્લુબેરીનું જ્યુસ પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકરક છે. તેમાં રહેલા પોષક તત્વો મેટાબોલિજ્મ ઝડપી બનાવે છે.જેના કારણે શરીરમાં જામેલી વધારાની ચરબી સરળતાથી ઓછી થઈ જાય છે.
વજન ઘટાડવા માટે તમે સીધા બ્લુબેરી પણ ખાઈ શકો છો. તેમાં ફાઈબર્સ હોય છે. જેનાથી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે, જેના કારણે વજન સરળતાથી ઓછું થઈ જાય છે.
વજન ઘટાડવા માટે તમે બ્લુબેરીનું પાણી પી શકો છો. તેને પીવાથી મેટાબોલિજ્મની પ્રક્રિયા ઝડપી બને છે, જેના કારણે શરીરમાં જામેલી ચરબી સરળતાથી ઓછી થઈ જાય છે. જો તમે ઈચ્છો તો તેને ખાલી પેટ પી શકો છો.
વજન ઘટાડવા માટે તમે દહી સાથે બ્લુબેરી પણ ખાઈ શકો છો. આ ખાવાથી પેટ ભરેલું લાગે છે, જેથી તમે વધુ પડતું ખાવાનું ટાળી શકો છો અને સાથે જ વજન પણ ઓછુ થાય છે.